તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
વ્રજેશ મિસ્ત્રી

ગઝલ – વિહંગ વ્યાસ

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!

કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.

એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

-વિહંગ વ્યાસ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાવાળી મજાની ગઝલ…

22 Comments »

  1. Bharat Trivedi said,

    April 22, 2011 @ 6:48 AM

    સુંદર ગઝલ. વિવેકભાઈએ બરાબર નોંધ્યું છે કે ગઝલ વાંચતાની સાથે જ પામી શકાય તેવી છે. ગઝલનું એ એક જમા પાસુ કહી શકાય.

    એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
    ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

    વાહ !

  2. ગૌરાંગ ઠાકર said,

    April 22, 2011 @ 9:17 AM

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.
    એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
    ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.
    વાહ વાહ બહુ જ સરસ ગઝલ.

  3. pragnaju said,

    April 22, 2011 @ 9:58 AM

    મઝાની ગઝલ
    કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
    ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.
    વાહ્

  4. bharat vinzuda said,

    April 22, 2011 @ 9:58 AM

    કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
    ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ

    મજાની ગઝલ….

  5. સુનીલ શાહ said,

    April 22, 2011 @ 12:05 PM

    સર્વાંગ સુંદર ગઝલ…

  6. preetam lakhlani said,

    April 22, 2011 @ 12:40 PM

    કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
    ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ
    સરસ શેર્……શેરમા કેટલી નજાક છે!

  7. ડૉ.મહેશ રાવલ said,

    April 22, 2011 @ 1:01 PM

    ભારોભાર ગઝલયતથી ભરેલી નખશિખ ભાવસભર ગઝલ…..
    આ શેર દિગ્ગજ શાયરોનાં ઉત્તમ શેરની હરોળમાં ગોઠવી શકાય એવો ધારદાર અને જાનદાર …
    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.
    -વાહ…

  8. kartika desai said,

    April 22, 2011 @ 2:56 PM

    shu saras lakhu che?aafrin,kammal!
    vihangbhai ne dhanyavaad.
    lakhata raho ne amane jivan paath pdhavta raho.

  9. ધવલ said,

    April 22, 2011 @ 7:48 PM

    એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
    ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

    – સરસ !

  10. sudhir patel said,

    April 22, 2011 @ 10:04 PM

    ખૂબ જ માતબર ગઝલ!!

    આ બે શે’ર તો હાંસિલે-ગઝલ છેઃ

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

    એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
    ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

    કવિશ્રી વિહંગ વ્યાસને હાર્દિક અભિનંદન!

    સુધીર પટેલ.

  11. Kirtikant Purohit said,

    April 23, 2011 @ 12:27 AM

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

    સુઁદર અભિવ્યક્તિ અને ગઝલ સઁસ્કરણ. ઉપરનો શેર અને મક્તા લાજવાબ.

  12. વિહંગ વ્યાસ said,

    April 23, 2011 @ 9:20 PM

    પ્રિય વિવેકભાઇ તથા સહુ મિત્રોનો હૃદરપુર્વક આભાર.

  13. gunvant thakkar said,

    April 24, 2011 @ 12:13 AM

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.
    સરળ સચોટ અભિવ્યક્તિ ખુબ સુંદર ગઝલ

  14. aniruddhsinh said,

    April 24, 2011 @ 6:33 AM

    વાહ વિહંગભાઈ મજા આવી. સુંદર રચના

  15. sureshkumar vithalani said,

    April 24, 2011 @ 9:11 PM

    congratulations for a really nice gazal ,shri vihangbhai vyas! thanks to vivekbhai and dhavalbhai.

  16. Pinki said,

    April 25, 2011 @ 4:18 AM

    વાહ્.. સરસ , ગઝલથી યે વિશેષ !

  17. dr harish thakkar said,

    April 25, 2011 @ 12:54 PM

    વાહ વિહન્ગ વાહ

  18. Deval said,

    April 26, 2011 @ 12:37 AM

    sunder gazal Vihang ji…3rd sher khub saral ane majano 6…makta no sher mane sa-vishesh gamyo…abhinandan Vihang ji and thax vivek ji 🙂

  19. Vishal Agrawal said,

    May 8, 2011 @ 8:20 AM

    આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
    એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

    ખુબ જ સરસ પંક્તિ છે….આજ ના છળ ભરેલા આ યુગમાં ખુબ જ ઉપયોગી બનશે !!!

  20. VIMAL MEHTA surat said,

    July 25, 2011 @ 8:51 AM

    વાહ દોસ્ત , ખુબ મજા આવિ

  21. Rahul Shah said,

    January 30, 2012 @ 12:28 AM

    કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
    ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

    વાહ્ વાહ્

  22. vipul said,

    June 5, 2014 @ 8:34 AM

    ખુબજ ગમી આ ગઝલ, પ્રત્યેક શેર જાનદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment