તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.
ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.
– નેહા પુરોહિત

ન કર – ‘પંથી’ પાલનપુરી

ભૂલ  વારંવાર   નરબંકા  ન કર !
તું  અયોધ્યામાં  ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ  જેવો  રામ થઈ શંકા ન કર !

– ‘પંથી’ પાલનપુરી

1 Comment »

  1. વિવેક said,

    January 9, 2007 @ 11:51 PM

    અદ્દભૂત રચના… રામ જેવો રામ થઈ શંકા ન કર… કવિ જ ભગવાનની ચોટલી ઝાલી શકે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment