કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

આપને સ્નેહભીનું આમંત્રણ છે… (લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ પર)

ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ આજે છ વર્ષની લાંબી મજલ પૂરી કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે…  વીતેલા છ વર્ષોમાં છસો જેટલા કવિઓની બે હજારથી વધુ કૃતિઓ આપણે ટૂંકા આસ્વાદ સાથે મનભર માણી.  દર વર્ષે વર્ષગાંઠ નિમિત્તે અમે  અમારી પસંદ કરેલી રચનાઓ મૂકીને ઉજવણી કરીએ છીએ પણ આજે અમે આપ સહુની વધારે નજીક આવવા માંગીએ છીએ.  શરૂઆત અમે ચાર મિત્રો જ કરીશું પણ અંત આપના સાથ-સહકાર વડે થશે.

ગાંધીજીના જીવનમાં એમ આપણા સહુના જીવનમાં કોઈક  પુસ્તક  કે કોઈક કવિતા કે કોઈક પ્રવચન એક ‘ટર્નિંગ પૉઇન્ટ’ બની રહે છે… આપણે જો કે માત્ર કવિતાની વાત કરવાના છીએ. આપના જીવનમાં આવું કદી બન્યું છે? શું કોઈ કવિતા આપના જીવનમાં મહત્વનો ભાગ ભજવી શકી છે ? જો જવાબ હા હોય તો એ કવિતા કઈ છે અને એનો આપના જીવનમાં શો ભાગ હતો કે છે એ અમને લખી જણાવો…

હા, આપ આપની પસંદીદા કવિતા અને એની સાથેનું આપનું જોડાણ ખૂબ જ ટૂંકામાં – વધુમાં વધુ દસ-બાર લીટીઓમાં- અને માત્ર ઇ-મેલથી જ અમને જણાવજો… અમે એ બધાનું સંકલન કરીને ‘લયસ્તરો.કોમ’ પર અલગ પોસ્ટ બનાવીશું… આ વખતે અમે આપને પ્રતિભાવના વિભાગમાંથી ઉપર ઊઠીને પોસ્ટ-સ્વરૂપે અમારી અડોઅડ જોવા માંગીએ છીએ

હા, લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ વિશે આપના પ્રતિભાવો આપ જરૂર અમને પ્રતિભાવ-વિભાગમાં આપી શકો છો…

-ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)

ઇ-મેલ અહીં મોકલાવશો:
Dhaval Shah: mgalib@gmail.com
Vivek Tailor: dr_vivektailor@yahoo.com

47 Comments »

  1. Ramesh Patel said,

    December 5, 2010 @ 1:38 AM

    કવિતા રૂપી પુષ્પોથી ‘લયસ્તરો’ વસંત ઋતુની જેમ બ્લોગ વિશ્વમાં મહેકે છે. આપના સાતત્યપૂર્ણ
    ઉત્સાહે ,સાહિત્યનું નઝરાણું ધર્યું છે. લયસ્તરો અને આપની ટીમને ખૂબખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. વિપુલ કલ્યાણી said,

    December 5, 2010 @ 1:44 AM

    મંગળ પ્રભાત.

    સહૃદદય અભિવાદન અને અભિનંદન. સૌની પેઠે હું ય લાભ્યો છું. અા કામ તમે સુપેરે અાદર્યું છે અને તે અગત્યનું સાબિત થયું છે. તેને નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાએ તેમ જ કર્મઠતાએ જારી રાખશો.

    શુભ કામનાઅો.

    વિપુલ કલ્યાણીનાં વંદન

  3. sunil revar said,

    December 5, 2010 @ 2:11 AM

    congratulations…
    keep it up vivekbhai !

  4. bharat vinzuda said,

    December 5, 2010 @ 2:31 AM

    laystro ne shubhechchhao….

  5. Jayshree said,

    December 5, 2010 @ 2:54 AM

    લયસ્તરોને છઠ્ઠી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન… કોઇ કવિતા ‘ટર્નિંગ પોઇંટ’ બની કે નહીં ની વાત તો મેઇલ કરીને જણાવીશ – પણ ૪.૫ વર્ષ પહેલા લીધેલી લયસ્તરોની પહેલી મુલાકાત મારે માટે જરૂરથી એક ટર્નિંગ પોઇંટ હતી – અને એની સાબિતી છે – ટહુકો..!!

  6. વિહંગ વ્યાસ said,

    December 5, 2010 @ 3:18 AM

    શુભેચ્છાઓ…..

  7. Pinki said,

    December 5, 2010 @ 3:36 AM

    અભિનંદન !

  8. Pancham Shukla said,

    December 5, 2010 @ 4:13 AM

    લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન. લયસ્તરોની શરૂઆતથી જ એક ભાવક રૂપે એનો વિકાસ નિહાળવામાં સહભાગી રહી શક્યો છું એનો આનંદ છે.

    2000/600 ~3.33 જેવો Poems/Poets (PP) ratio એ ડાઈવર્સિટી અને યુનિફોર્મ ડિસ્ટ્રિબ્યુશનની સાખ પૂરે છે.

  9. P Shah said,

    December 5, 2010 @ 6:02 AM

    લયસ્તરોને અનેક શુભેચ્છાઓ ! ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે
    લયસ્તરોની ટીમ ખૂબ સુંદર કામ કરે છે.

  10. raksha said,

    December 5, 2010 @ 6:16 AM

    ખુબ ખુબ અભિનંદન ને શુભેચ્છાઓ.

  11. સુનીલ શાહ said,

    December 5, 2010 @ 6:19 AM

    કેવળ અને કેવળ ગુજરાતી ભાષા–કવિતા પ્રત્યેના પ્રેમને કારણે શરૂ થયેલી યાત્રા લયબદ્ધ વિકાસયાત્રા સાબિત થઈ ચૂકી છે, ત્યારે આ તબક્કે લયસ્તરોની ટીમને હ્યદયથી અભિનંદન પાઠવું છું. છ વર્ષમાં તમે ૬૦૦ જેટલા કવિઓથી, તેમની રચનાઓથી વાચકોને પરિચિત કર્યા છે તે સાથે કવિતાનું, કવિનું ગૌરવ વધાર્યું છે. સલામ…!

  12. Ramesh Patel "pRemormi" said,

    December 5, 2010 @ 7:03 AM

    Ramesh Patel “Premormi”

    અભિનંદન ને શુભેચ્છાઓ.

  13. pragnaju said,

    December 5, 2010 @ 8:04 AM

    છટ્ટી વર્ષગાંઠના અભિનંદન
    અને શુભેચ્છાઓ

  14. Heena Parekh said,

    December 5, 2010 @ 8:15 AM

    લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન.

  15. mbr said,

    December 5, 2010 @ 8:18 AM

    wishing layastaro a very very happy b’day…….
    may you have many more, many many more……..

  16. Mukund Joshi said,

    December 5, 2010 @ 8:38 AM

    અભિનંદન !
    ધવલ-ઊર્મિ-વિવેક-તિર્થેશ
    લયસ્તરો-ના ચાર મજબૂત પાયા એમ જ અડીખમ રહી , લયસ્તરો ને બે કાંઠે સતત કાવ્ય સરિતા વહાવતા રહી રસિકજને સતત રસતૃપ્તિ કરાવતા રહો એવી શુભેચ્છા, મહેચ્છા

  17. Chandresh Thakore said,

    December 5, 2010 @ 9:01 AM

    “લયસ્તરો”ની મુલાકાત એ દૈનિક જીવનનો એક અનિવાર્ય નિયમ થઈ પડ્યો છે.જન્મદિન મુબારક. “તુમ જીઓ હજારો સાલ …”

  18. ડૉ.મહેશ રાવલ said,

    December 5, 2010 @ 9:01 AM

    લયસ્તરો…….
    ઈન્ટરનેટ પર ગુજરાતી કવિતાનું સરનામું.
    છઠ્ઠી વર્ષગાંઠનું ઉજવણું મુબારક,આ ૬ વર્ષમાં ૬૦૦ જેટલી કવિતાઓ વડે અનેક કવિઓના કવનને અહીં પ્રસ્તુતિ મળી-મારા સહિત-એનો આનંદ અને ગૌરવ છે.
    આથી પણ અનેકગણી સિદ્ધિઓ વડે લયસ્તરોનું ઐશ્વર્ય ઝળહળે એવી શુભેચ્છાઓ.
    -ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
    (ટીમ લયસ્તરો)ને હાર્દિક અભિનંદન.

  19. Bakul Patel said,

    December 5, 2010 @ 9:41 AM

    અભિનન્દન અને ખુબ ખુબ પ્રગતિ થાય એવિ પ્રાથના

  20. ચાંદસૂરજ said,

    December 5, 2010 @ 10:03 AM

    લયસ્તરોને છઠ્ઠી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન !
    ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ મહેફિલ એટલે જ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ જેના આંગણિયે
    વીતેલા છ વર્ષોમાં છસો જેટલા કવિઓની બે હજારથી વધુ આસ્વાદિત કૃતિઓને માણવાનો એક લહાવો આપણને પ્રદાન થયો. આભાર સાથે શુભેચ્છાઓ અને મંગલ કામનાઓના પુષ્પો પ્રદાન કરીએ !
    ‘લયસ્તરો.કોમ’ના વાસંતી વાયરે ચડીને પરાગસભર કવિતાના એ મહેકતાં ફૂલડાં રૂમઝૂમતાં મનનાં આંગણિયે વેરાય ત્યારે એવું લાગે જાણે મનવગડે ફાગણના ફોરમતા ફૂમતાં વેરાયાં ! મનવૃક્ષની શાખો પર લૂંબતીઝૂંબતી અને ફોરમડે રમતી યાદોની એ મંજૂલ મંજરીઓ વીંજણો વીંઝી મનને મધમધતું રાખે છે ! કવિતાઓની એ કૂંપળડી કલીઓનો પરિમલતો ગુચ્છ સદાય મનને નવપલ્લવિત રાખે છે ! એમાંની કોઈ કોઈ કૂંપણ તો એટલી તાજી લાગે છે જાણે યાદગાર કવિતાઓની વડવાઇઓની વચમાં નિસરી કોઈ નમણી નાગરવેલ ! કોઈવાર તો કોઈ કૃતિની સુરભિ એટલી મહેકી ઉઠે છે કે એના પઠન પછી પણ એવું લાગે જાણે ‘લયસ્તરો.કોમ’ ની પાલખી હજી હમણા જ અહીંથી ગુજરી છે !

  21. himanshu patel said,

    December 5, 2010 @ 10:44 AM

    લયસ્તરોને છટ્ટી વર્ષગાંઠના અને કાવ્યયાત્રાની સફળતાના અભિનંદન.

  22. m said,

    December 5, 2010 @ 2:03 PM

    ખૂબ ખૂબ અભિનંદન !

  23. Bharat Trivedi said,

    December 5, 2010 @ 2:26 PM

    મારે લયસ્તરો સાથે નાતો બંધાયાને તો હજી ચાર/પાંચ માસ થયા હશે પરંતુ આ નાતો જાણે વષો જૂનો હોય તેવું લાગે છે. દેશથી હું ચાર/પાંચ સામયિક મંગાવું છું પણ તે રિન્યૂ કરાવવું ભૂલી જાઉ છું ! હવે લવાજમ પુરાં થાય તેની વાટ જોઉં છું! એનો યશ કે અપયશ ‘લતસ્તરો’ને આપવો પડે! અહીં ચૂનંદી રચનાઓનો પ્રવાહ એવો એકધાર્યો ચાલતો હોય છે કે બીજા કશાની જરુર જ જણાતી નથી. મિત્રો, તમારા આ નેક કાર્યમાં સહભાગી થવામાં ખૂબ ખૂબ આનંદ થાય છે. અભિનંદન!

    -ભરત ત્રિવેદી

  24. sudhir patel said,

    December 5, 2010 @ 3:32 PM

    છઠ્ઠી વર્ષ ગાંઠ પર લયસ્તરોની ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  25. DILIP R PATEL said,

    December 5, 2010 @ 3:37 PM

    ગુર્જર-બ્લોગમાં ટહુકી પ્રભા હાં પ્રગટી એ લઈ લયસ્તરો
    જામી જુઓ પ્રબુધ્ધોની સભા મૂક્યાં છો બુક પેન બિસ્તરો
    રોજબરોજ એ પીરસે રાજભોગ રેલી રાગિણી રસથાળની
    કોળી કલ્પવૃક્ષ કાવ્યોના ઘટ પનઘટમાં સદા એ વિસ્તરો

    છ છ વરસથી સતત બેનમૂન કાવ્યોની આસ્વાદ સહ રસલ્હાણ પીરસી અમ જેવા કાવ્ય પિપાસુઓની ક્ષુધા છિપાવતી આ લયસ્તરો શી પરબડીનું સેવાકાર્ય કરવા બદલ ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ ટીમનો આભાર અને કવિલોક.કોમ વતી શુભેચ્છાઓ.

    દિલીપ ર. પટેલ
    જયેશ ર. પટેલ

  26. Vijay Bhatt (Los Angeles) said,

    December 5, 2010 @ 6:04 PM

    અભિનન્દન્!!!

  27. Girish Parikh said,

    December 5, 2010 @ 7:24 PM

    શુભેચ્છાઓ…
    મારા જીવનની ‘ટર્નિંગ પોઇંટ’ બનેલી કવિતા અને એના વિશેનું લખાણ હમણાં જ મેઇલ કર્યું.
    – -ગિરીશ પરીખ

  28. Girish Parikh said,

    December 5, 2010 @ 9:08 PM

    ટીમ લયસ્તરોને સજેશનઃ ‘કાવ્યસંગ્રહોનો આનંદઃ ઇ-પુસ્તકો દ્વારા’ આ વિભાગ શરૂ કરો. પસંદ કરેલા કાવ્યસંગ્રહોની ઇ-બૂક્સ બનાવી એમનો વિશ્વભરમાં વધુમાં વધુ પ્રસાર થાય એ રીતે વેચી શકાય. (ઘણા અપ્રાપ્ય સંગ્રહો પણ આ રીતે ભાવકોને મળશે). સૌ કોઇને આ કાર્યથી ઊંડો આત્મસંતોષ થશે, અને ફાયદો બધાને થશે. જો આ સજેશન આપને ગમે તો એ વિશે મારા વધુ વિચારો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરું.

    –ગિરીશ પરીખ

  29. Taha Mansuri said,

    December 5, 2010 @ 10:00 PM

    લયસ્તરોને અનેક શુભેચ્છાઓ !!

  30. yatish said,

    December 5, 2010 @ 10:17 PM

    ખુબ ખુબ અભિનન્દન્
    ગુજરતઇ ભાશા માત્તે હજુ ઘનુ કર્વાનુ

  31. Bharat Patel said,

    December 6, 2010 @ 2:27 AM

    છટ્ટી વર્ષગાંઠના અભિનંદન અને શુભેચ્છાઓ.

  32. Paru Krishnakant said,

    December 6, 2010 @ 5:11 AM

    લયસ્તરોને છટ્ટી વર્ષગાંઠના ખુબ ખુબ અભિનંદન ને શુભેચ્છાઓ.

  33. Sandhya Bhatt said,

    December 6, 2010 @ 7:27 AM

    તમારો કાવ્યપ્રેમ કાબિલેદાદ છે. તમને સૌને અમારી ઘણી ઘણી શુભેચ્છાઓ.

  34. Gaurang Thaker said,

    December 6, 2010 @ 8:41 AM

    લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન.

  35. pradeep jadia said,

    December 6, 2010 @ 10:50 AM

    ખુબ ખુબ અભ્નન્દન નવ વિચારો નો વિસ્તર વધ્તો જાય્ અને તમારા આ નેક કાર્ર્ય્ય ને પ્રભુ ઘનિ સફલ્ત્તા આપે એવિ પ્રભુ ને પ્રાથના પ્રદિપ્કુસુમ્

  36. dilip said,

    December 6, 2010 @ 2:02 PM

    લયસ્તરોને છઠ્ઠી વર્ષગાંઠે ખુબ શુભેચ્છાઓ. ખુબ જ સૂચક પસંદીદા નો પ્રસ્તાવ છે..

  37. deepak said,

    December 7, 2010 @ 7:50 AM

    અત્યાર સુધી મે જે પણ થોડુ ઘણુ લખ્યુ છે એનો શ્રેય સુરેશભાઈ અને લયસ્તરો ને જાય છે, લયસ્તરો પર કાવ્યો વાંચી ને ૨-૩ વર્ષ પહેલા મે મારો બ્લોગ ચાલુ કર્યો હતો. એટલે લયસ્તરોનુ મુલ્ય મારા માટે શુ છે તે શબ્દમા કહેવુ અઘરુ છે…

    લયસ્તરોને છઠ્ઠી વર્ષગાંઠે ખુબ ખુબ શુભેચ્છાઓ.

  38. Vijay Bhatt (Los Angeles) said,

    December 7, 2010 @ 12:28 PM

    congrats!

  39. વિવેક said,

    December 8, 2010 @ 12:41 AM

    શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો આભાર… પણ અમારા આમંત્રણને ભૂલી ના જશો… કોઈ કવિતા તમારા જીવનમાં વળાંક બનીને આવી હોય તો એ અને એની સાથેના સંસ્મરણો અમને જરૂર એકાદ-બે દિવસોમાં ઇ-મેલ કરો…

  40. nirlep said,

    December 10, 2010 @ 3:29 AM

    It’s always pleasure to visit layastro….heartily congrats to team layastro for maintaining consistency in quality poems over 6 years. Gesture to involve readers is like icing on a cake.

  41. ખજિત said,

    December 10, 2010 @ 8:18 AM

    લયસ્તરોની વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ.

  42. બીના said,

    December 10, 2010 @ 11:37 AM

    લયસ્તરોને છઠ્ઠી વર્ષગાંઠના અભિનંદન!

  43. કવિતા મૌર્ય said,

    December 10, 2010 @ 2:17 PM

    લયસ્તરોની ટીમને વર્ષગાંઠ નિમિત્તે ઘણી શુભેચ્છાઓ !

  44. M.Rafique Shaikh,MD said,

    December 11, 2010 @ 10:59 AM

    On this auspicious occassion, I congratuate this awesome team with my sincere
    gratitude and prayers!

  45. Pankaj Shah said,

    December 12, 2010 @ 3:02 AM

    Gazal Garima – 2010 Mate Tamam Gazalkar Mitrone Be Navinakkor Gazal Moklva vinanti.

  46. praful a patel said,

    February 17, 2011 @ 1:39 AM

    sataty na 6 varsh pura karya te badal abhinandan.
    kon kahe6e swarg marya pachi male 6e? aek var kavita/gazal vanchi to juvo.
    jay siyaram

  47. amirali khimani said,

    December 2, 2011 @ 6:43 AM

    શ્રિ ધવલ ભાઇ એક કાવ્ય્જે મારાજિવન મા અકગ્ત્ય્નો ટર્નિગ ભાગ બ્ન્યો તે આ છેઃ શ્રિ શ્ય્દા કાવ્યઃ-ઓફુલ ખિલેલા ગ્ર્વ ન કર તારિ હલત બ્દ્લાઇ જ્શે કરમાઇ જ્શે. એ ફુલે કહ્યુ હુ જાનુછુ.ભઠિ થશે અતર થસે બ્ધે ખુશ્બુ ફેલાય જ્શે.બિજાનિ વાતો ક્રર્નારા તુ માટૈ મા મ્લિ જ્શે તુજ લાશ ને કિડા ખાએ જશે. આ થોડા સબ્દો કેટલા સ્ચોટ છે. જિવન કેટલુ ન્શ્વ્રર છે. આ કાવયે મારા જિવન મા એક એવિ ચોટ મુકિ જે હુ હ્જુ પ્ન ભુલિ સ્ક્તો નથિ. અસ્રર કર્તા થોડાક સબબ્દો જિવ્ન પરિવર્તન લાવે છે. આવા મ્હાન ક્વિ ને મારિ શ્રધાજ્લિ. આજ કરણ છે કે મ્નએ કવ્યો આતિ પ્રિય છે.એક સારુ કાવ્ય જિવન પલટિ નાખે છે.એક સારિ કવિતા મા કેત્લો બોધ હોય્છે? સદ્ભવ્ના સાથે . અમિર અલિ. ક્ર્રાચિ પકિસતાન.્શુભેછા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment