મીણબત્તી – પ્રીતમ લખલાણી
દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!
ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’
મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’
– પ્રીતમ લખલાણી
મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો
વિવેક said,
November 29, 2006 @ 9:26 AM
કવિ કયા કયા ખૂણામાં પહોંચીને શું શું વિચારી શકે છે એનો સાક્ષાત્કાર કરાવતું અદભૂત નાનકડું અને ચોટદાર કાવ્ય…
ઊર્મિસાગર said,
November 29, 2006 @ 11:58 AM
ખરેખર ખુબ જ સુંદર…
smruti said,
April 22, 2007 @ 1:32 PM
કદાચ દેશ થિ દુર રહિને બળવાનો , પિગળવનો અફસોસ થતો હસે તેવુ લાગે છે. સરસ .તેમના બિજા કવ્યો પન મુકવા વિનન્તિ.
Neha said,
July 9, 2008 @ 9:36 AM
True, the only person can understand the fun of diluting self to make others happy
અનામી said,
December 1, 2008 @ 3:50 PM
કંઈ જ કહેવાનું રહેતુ નથી.
oza vipul said,
May 16, 2012 @ 11:01 AM
સાર લાગ્ય્