અમે ન્યાલ થઈ ગયા – ‘અદમ’ ટંકારવી
લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.
યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
-‘અદમ‘ ટંકારવી
ધવલ said,
November 26, 2006 @ 10:09 PM
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
સરસ વાત !
Vijay Shah said,
November 30, 2006 @ 9:18 PM
આ કવિતા હુ ગુજરાતી સાહિત્ય સરિતાનાં બ્લોગ પર મુકુ છુ.
http://www.gujaratisahityasarita.wordpress.com
અમે ન્યાલ થઈ ગયા - ‘અદમ’ ટંકારવી « said,
November 30, 2006 @ 9:27 PM
[…] […]