આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

જખ્મો – યેવતુશેન્કો (રશિયા)(અનુ- મહેશ દવે)

કેટલીયે વાર ભારે દર્દ સાથે હું ઘવાયો છું.
જાણે ઘૂંટણિયે પડી ચાલતો હોઉં એમ ઘસડાતો-ઘસડાતો
ઘેર ગયો છું.
માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
મેં પોતે પણ સાવ જાણ્યે-અજાણ્યે,ઠંડે કલેજે
કેટલાંયને હાલતાં-ચાલતાં જખમી કર્યાં છે;
અને પછીથી કોઈક તેનાથી દુભાયું છે
જાણે ઉઘાડે પગે બરફ પર ચાલવું પડ્યું ન હોય !
હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !

– યેવતુશેન્કો (રશિયા)
અનુ – મહેશ દવે

આ કાવ્ય પર નજર પડતાં જ એવી તીવ્ર લાગણી થઇ કે જાણે મને ઉદ્દેશીને જ આ કાવ્ય લખાયું છે !!!

11 Comments »

  1. વિવેક said,

    November 22, 2010 @ 1:38 AM

    …ખેર ! મને તો આ કાવ્ય વાઅંચીને એમ લાગ્યું કે જાણે મને ઉદ્દેશીને જ લખવામાં આવ્યું ન હોય!

    ..આ કદાચ સાર્વત્રિક કાવ્ય છે.. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક આમાંથી પસાર થતા જ હોઈએ છીએ…

  2. mahesh dalal said,

    November 22, 2010 @ 9:56 AM

    અનુવાદ ખુબ સરસ … સમ્વેદન જગાડૅ .. ..

  3. pragnaju said,

    November 22, 2010 @ 9:56 AM

    માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
    ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
    સ રસ
    વિવેકનું તારણ”આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક આમાંથી પસાર થતા જ હોઈએ છીએ…” અનુભવ વાણી
    ઉમાશંકર જોષી કહે છે તે પ્રમાણે…
    એના એ હૈયાને રંજવામાં વાર શી?
    એવા તે હૈયાને નંદવામાં વાર શી?
    માનવીના હૈયાને રંજવામાં વાર શી?
    એના એ હૈયાને નંદવામાં વાર શી? કોઈક અકળ રીતે એ તમારા હૃદયને સ્પર્શી જાય છે અને આપણા જખમને કયારેક ખુલ્લા કરે છે તો કયારેક ખુલ્લા થયેલા જખમને ઢાંકી પણ દે છે. શબ્દની આ શકિત છે.ભાંગેલા હૃદયને સંધાતાં વાર નથી લાગતી.નંદવાયેલા હૃદયનાં આંસુઓ અચાનક હરખથી મલકી, ઝળકી ઊઠે છે. હૃદય રંજિત થાય છે. આનંદિત થાય છે.

  4. urvashi parekh said,

    November 22, 2010 @ 10:00 AM

    સાવ સાચ્ચી વાત,
    આપણે નજીકના સ્વજનોને જ દુભવતા હોઇએ છીએ,કારણ તેમનુ જ આપણને સારુ ખરાબ લાગતુ હોય છે.
    દુરનાઓ નુ આપણને બહુ લાગતુ નથી અને તેમને કહેતા પણ નથી.કારણ તે આપણા નજીક ના નથી.

  5. ધવલ said,

    November 22, 2010 @ 12:03 PM

    સરળ સ્વભાવ જીંદગીમાં સૌથી અઘરી વાત છે….

  6. dHRUTI MODI said,

    November 22, 2010 @ 3:13 PM

    કદાચ આ કાવ્ય માણસજાત માટે છે.શબ્દો ઍટલા કાતિલ હોય છે કે ઍના દ્વારા પડેલાં ઘા જીવનભર રુઝાતા નથી. છતાં આપણે તક મળતા બીજાને દુભાવવાનું છોડતા નથી. કવિઍ સાચું જ કહ્યું છે કે આ વાતનો અહેસાસ હોવા છતાં શાં માટે હું પૂર્વજોનો અનુગામી બની પ્રિયજનોને ઘાયલ કરું છું.?
    ખૂબ જ સુંદર કાવ્ય મારા, તમારા અને આપણાં બધાં માટે.

  7. himanshu patel said,

    November 22, 2010 @ 8:44 PM

    સરસ લવચીક અનુવાદ.

  8. sapana said,

    November 22, 2010 @ 11:40 PM

    હા હાલતાં ચાલતાં આપણે આપણાં પોતાનાને જ જખ્મી કરતાં હોઇએ છીએ..આ કાવ્ય કદાચ સર્વ મનવ જાતને લાગુ પડે છે..
    સપના

  9. Bharat Trivedi said,

    November 23, 2010 @ 9:07 AM

    શ્રી મહેશ દવેને એક/દોઢવાર મળવાનું સદભાગ્ય મળ્યું છે. તેમની આ કાવ્ય પસંદગી કાબીલેદાદ છે. મને તો લાગ્યું કે આ રશિયન કવિએ તેમના માટે જ આ કાવ્ય લખું છે!

    હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
    અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
    શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
    ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !

  10. preetam lakhlani said,

    November 24, 2010 @ 10:06 AM

    પ્રિય મહેશ ભાઈની તો વાત જ અનોખિ છે, એ જે પણ લખે છે તેની પાછળ અગણિત ધર કામ કરે છે, અનુવાદ્ કરવો તો મહેશ ભાઈના ડાબા હાથ નો ખેલ છે, હુ ખુબ જ નસિબદાર છુ કે મહેશ ભાઈ મારા એક અગત મિત્ર છે…..હમણા જ મારો તાજેતર મા પ્રગટ થયેલ વાતા સગ્રહ ‘નાયગ્રરા તાર્રા ગુજતા પાણી “મે તેમને અપણ કરેલ છે તે મારુ સદભાગ્ય તો ખરુ !!!!!!!……..કવિતા અનુવાદ ખુબજ ગમ્યા… આ કવિતા મને એટલે ગમી કે આ કવિતા મારા સ્વભાવને અનુકુળ છે…

  11. kanchankumari. p.parmar said,

    November 25, 2010 @ 10:29 AM

    જખ્મો આપુ હું પાછા જેણે આપ્યા હતા મને ખુબ જ પ્રેમ થી……રાખુ તો નગુણો થાઊ……આપીપાછા રાજિ થાઊ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment