ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

બાળદિન વિશેષ : ૩ : ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

-રમણલાલ સોની

2 Comments »

  1. suhani said,

    January 2, 2008 @ 10:27 AM

    પોએમ્

  2. ભાવના શુક્લ said,

    January 2, 2008 @ 5:02 PM

    જ્યારે નાના હતા ત્યારે દર રવિવારે જુસાભાઈની ઘોડા ગાડી આવે અને બે રુપિયા મા સવારે ૮ વાગ્યા થી બપોર ૧૧-૧૨ વાગ્યા સુધી ફેરવે (હતોને બેબીસિટિંગનો જડબેસલાક નુસખો!!!). અવનવા મિત્રો મળે ને વળી ઘોડાગાડી જેવી શાનદાર સવારી. કદાચ શબ્દોની સમજણ ન હતી પણ હૃદયતો કઈક આવા “ખદુક” ભાવોજ ગણગણતુ અને આનંદતુ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment