સાંવરિયો વટનો કટકો ! – દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો: ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો !!
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!
– દીપક ત્રિવેદી
પોતાના વ્હાલા પણ વટના કટકા જેવા પ્રિતમ સામે આ ગીત મીઠ્ઠી ફરિયાદ છે. (પ્રિયતમાના લટકા ઉપર ઘણા ગીત જોવા મળશે, પણ અહીં ઊંધી જ વાત છે !) અડિયલ સાંવરિયો હંમેશ આડો ચાલે. ઘડી ઘડીમાં એની કમાન છટકે. અડધે રસ્તે કહી દે કે ‘અટકો’. પ્રેમકહાણી અચાનક જ પાંપણમાંથી વરસતા ચોમાસાની કહાણી થઈ જાય. અને આંખમાં વ્હાલા ખટકાની જેમ આ વટના કટકાને જાળવવો પડે. આ બધી મીઠ્ઠી ગડમથલ આ ગીતમાં વણાઈને આવે છે.
Bharat Trivedi said,
October 12, 2010 @ 10:14 PM
આ સાંવરિયામાં કઈ ગરબડ છે એ વાત તો નક્કી! પ્રાસ મેળવવાથી ગીત આગળ જતું નથી તેમાં બધો દોષ પ્રિયતમાનો છે તેમ મને તો લાગ્યું. આજકાલ પ્રિતમ પાતળિયો હોય કે લટકો લેતો હોય તો નવરાત્રિના ગરબામાં ચાલી જાય પણ તેની માર્કેટ વેલ્યૂ કેટલી?
ભરત ત્રિવેદી
Deval said,
October 12, 2010 @ 11:29 PM
maja aavi….
Jayshree said,
October 12, 2010 @ 11:48 PM
અરે વાહ…. ખૂબ જ મઝા આવી..!
મારે ય કામ લાગે એવું ગીત છે.. 🙂
preetam lakhlani said,
October 13, 2010 @ 6:01 AM
ગીતમા મજા આવી,….ગીત ગાયન ન થય જાતુ હોય ત્યા લગી તેની મજા કહીક ઓર છે……..સ ર સ્………..
nalin suchak amdavad said,
October 13, 2010 @ 12:53 PM
સરસ સરસ સરસ ૯બહુ ગમ્યુ ) દિપક નામ નો કવિ એનિ સખિને કેવિ રિતે ગિત મા ઉતર્શે એનિ પ્રતિક્ષા કરુ ? . . . . . .
pragnaju said,
October 13, 2010 @ 1:53 PM
સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
ભાવાત્મક અભિવ્યક્તિ
યાદ્
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
Ramesh Patel said,
October 13, 2010 @ 2:00 PM
આદરણીય ડોશ્રી ચન્દ્રવદનભાઈ
જન્મદિવસે મંગલ કામના…નવરાત્રીના આ શુભ દિવસોમાં, માતના સઘળા આશીષ આપના તથા
સૌ કુટુમ્બી જનો અને મિત્રો પર સદા વરસતા રહે.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel said,
October 13, 2010 @ 2:10 PM
દિલગિરી ભૂલથી ખૉટી જગ્યાએ ટ્રાન્સમીટ થઈ ગઈ.
………………
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!
– દીપક ત્રિવેદી
સરસ આગવો અંદાજ
રમેશ પટેલ(આકાશદીપ)
DHRUTI MODI said,
October 13, 2010 @ 3:11 PM
સરસ ગીત.
Pinki said,
October 14, 2010 @ 12:24 AM
મસ્ત લટકાળું ગીત … 🙂
વિવેક said,
October 14, 2010 @ 12:28 AM
ગીતમાં લય અને અભિવ્યક્તિ બંનેમાં ગરબડ લાગી… અધમધરાતે જેવો શબ્દ પણ ખટક્યો. અધરાત અને મધરાત – બંનેનો એક જ મતલબ છે.. તો અધમધરાત જેવો શબ્દ પ્રયોજવાનું શું કારણ હોઈ શકે?
Deval said,
October 14, 2010 @ 11:29 PM
Hello Prieetam ji n all bloggers…pls let me know wot the difference between “Geet” & “Gayan”?! – jus out of my curiosity….