નઠારા હોય છે -ભરત ત્રિવેદી
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !
ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !
એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !
-ભરત ત્રિવેદી
ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…
P Shah said,
September 23, 2010 @ 12:06 AM
હાથમાં વધઘટ અમારા હોય છે !….
સુંદર રચના !
રાકેશ ઠક્કર said,
September 23, 2010 @ 12:08 AM
સુંદર રચના !
ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !
વિવેક said,
September 23, 2010 @ 2:09 AM
સુંદર રચના…
anami said,
September 23, 2010 @ 2:11 AM
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !…
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે ! વાહ ! સરસ અશઆર !!
Manhar M.Mody said,
September 23, 2010 @ 5:27 AM
વકીલ સાહેબ, તમે ન્યાયાધીશ સાહેબ સામે તો બચાવ કર્યા વગર રહી શકો નહિ પણ મિતવા સામે નતમસ્તક થઈ બચાવ કર્યા વગર ઊભા રહેવું પડે છે.
આજ ઊભો છું હું ય નતમસ્તક,
ક્યાં કશો ય બચાવ છે, મિતવા !
Pushpakant Talati said,
September 23, 2010 @ 6:33 AM
વાહ ! !! સ ર સ – હો .
” એ ધજા છે કે સુકાતી ઓઢણી ? દૂરથી પ્રશ્નો થનારા હોય છે ! ”
કોઈ વધારે આસ્વાદ કરાવે તો વધારે મઝા પડી જાય હો .!! !
pragnaju said,
September 23, 2010 @ 6:45 AM
સુંદર ગઝલ
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
શબ્દના ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે. જો સમજીને પણ આચરણ ના કરીએ
તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!
જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!
એટલે કે , શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !
શબ્દ થી નિશબ્દ સુધી ..
ભાવલોક થી તત્વ સુધીની સફર.
અંતે પરમતત્વમાં નિઃશ્બ્દ થઇ ભળી જવાનુ…..
સુનીલ શાહ said,
September 23, 2010 @ 8:26 AM
સરસ ગઝલ..
Kirtikant Purohit said,
September 23, 2010 @ 9:15 AM
સ-રસ છે અભિવ્યક્તિ.
vallilakhani said,
September 23, 2010 @ 2:47 PM
ખ્રેખર અનન્દ અવ્યો જુનિ યદ અવિ થન્ક્સ વે હોપે વિલ્લ ગેત રેગુલર્લ્ય થન્ક્સ લખનિ
vallilakhani said,
September 23, 2010 @ 2:49 PM
ખરેખર બહોૂજ સુન્દેર આશ રખુચ્હુ કે રેગુલર બ આનો સવદ મનવ મલ્તો રહે નમસ્તે લખનિ
Gunvant Thakkar said,
September 27, 2010 @ 12:00 AM
સરળ બાનીમા અર્થસભર રચના….. ખુબ સુંદર
prabhat chavda said,
September 28, 2010 @ 2:40 AM
સરસ સરળ સુંદર ….,રચના