નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી.
અહમદ 'ગુલ'

એક દિન હતો… – કરસનદાસ માણેક

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !

– કરસનદાસ માણેક

શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.

10 Comments »

  1. Kalpana said,

    August 10, 2010 @ 5:51 PM

    ખરેજ! કીર્તન

    ય પછી ક્રન્દન રહે.
    સુઁદર રચના.
    કલ્પના

  2. Girish Parikh said,

    August 10, 2010 @ 6:22 PM

    ગીત વાંચતાં વર્ષો પહેલાં ‘વિશ્વવિજ્ઞાન’ માસિકમાં પ્રગટ થયેલી ‘અનંત વાર્તા’ નામની મારી નવલિકા યાદ આવી. ઈશ્વરની ઇચ્છા હશે તો ક્યારેક http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરીશ.
    –ગિરીશ પરીખ

  3. aamrish vora said,

    August 11, 2010 @ 3:39 AM

    મને ગમે ગુજરતિ સન્ગિત

  4. aamrish vora said,

    August 11, 2010 @ 3:42 AM

    મને ગમે ગુજરતિ સન્ગિત અમરિશ વોરા

  5. aamrish vora said,

    August 11, 2010 @ 3:47 AM

    ગુજરતિ હોવનો મને ગર્વ રહેવાનો………………………… મેર ભારત મહાન…………

  6. mahesh dalal said,

    August 11, 2010 @ 6:51 AM

    માનેક્ જિ નિ યાદ તાજિ થૈ.. આભાર્.

  7. Kirtikant Purohit said,

    August 11, 2010 @ 9:00 AM

    કવિશ્રી અને આપણા માટે સરસ Nostalgia.આપણા શ્રેશ્ઠ કવિઓમાના એક શ્રી માણેકના મુબઇમા માણેલા કીર્તન યાદ આવી ગયા.તેઓ અમારી આયડીયલ હાઇસ્કૂલમા નિયમિત આવતા.

  8. vallimohammed lakhani said,

    August 11, 2010 @ 12:37 PM

    ખરેખર ાવત તિમે નિ યદ અપવનર મધુર અદ્વિસે થન્ક્સ લખનિ

  9. P Shah said,

    August 12, 2010 @ 5:13 AM

    નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !…

    ખૂબ જ સુંન્દર રચના !

    આભાર, ધવલભાઈ !

  10. pragnaju said,

    August 12, 2010 @ 7:20 AM

    તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
    તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
    યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
    નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
    એક દિન હતો, એક પળ હતી !
    આ ફ રી ન લય પર

    “જીંદગી તો બેવફા હે એક દીન ઠુકરાયેગી.
    મોત મહેબુબા હે અપને સાથ લેકર જાયેગી.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment