ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
વિવેક મનહર ટેલર

કોણ ? – શામળ ભટ્ટ

કોણ પૃથ્વીથી પ્રૌઢ ? કોણ અણુથી પણ નાનો?
કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?
કોણ ઇન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો?
પયથી ઉજ્જ્વળ કોણ? કોણ મદિરાથી માતો?
વળી કવણ તેજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી?
કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.

કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી મોંઘો?
સ્વર્ગથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?
કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?
કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?
વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?
શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી.

– શામળ ભટ્ટ

ચાતુરી ભરી રચના માટે જાણીતા મધ્ય યુગના આ આખ્યાનકારના પ્રશ્નોના  જવાબ શોધી રાખજો, અને તેના તેમણે આપેલ ઉત્તર સાથે કાલે સરખાવી જોજો !

 

Leave a Comment