પળ બે પળ – કૃષ્ણ દવે
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.
થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.
રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
– કૃષ્ણ દવે
આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?
manvant said,
August 17, 2006 @ 8:58 PM
ભોળું બાળ પણ ! નિર્દોષ બાળપણ !
નર્યું સુંદર કાવ્ય ! આભાર !
Chirag Patel said,
August 21, 2006 @ 3:23 PM
સાગર જ્યારે અસ્તિત્વને પોતાનામાં સમાવી લે છે, ત્યારે અસ્તિત્વને ગાંભીર્ય અને વિશાળતા બક્ષી દે છે. સુંદર!
વોટરપાર્કમાં એક અનુભવ « ગદ્યસુર said,
August 21, 2007 @ 4:44 AM
[…] ” મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ.” […]
amitpisavadiya said,
June 22, 2008 @ 10:24 AM
સરસ છે સુરેશદાદા… આભાર
કેમ રમીશું દમ બે દમ – શરદ શાહ , એક પેરડી | હાસ્ય દરબાર said,
September 26, 2012 @ 9:41 AM
[…] શ્રી. કૃષ્ણ દવેની મૂળ રચના ……. અહીં […]
Rajendra Trivedi, M.D. said,
September 26, 2012 @ 9:54 AM
બુંદબુંદમાં ભળી જવાનું,
વહી જવાનું ખળ ખળ ખળ,
ચાલને રમીએ પળ બે પળ.
પળ બે પળ – પહેલી ફેરડી ! | હાસ્ય દરબાર said,
September 28, 2012 @ 4:33 PM
[…] અને શ્રી. કૃષ્ણ દવે ની મૂળ કવિતા અહીં̷… Share this:FacebookLike this:Like7 bloggers like this. This entry was posted in ધીરજલાલ વૈદ્ય, હાસ્ય-કવીતા. Bookmark the permalink. ← Bi lingual fun “તમારી આંગળીમાં ફ્રેક્ચર છે!” → […]
PALASH SHAH said,
April 14, 2020 @ 5:46 AM
સુંદર અને સરળ રચના …..