ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી – ઉમાશંકર જોશી

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.
– તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતિ તે દિને

-ઉમાશંકર જોશી

ફૉરેન્સિક મેડિસીન માં લેટિન ભાષાનો એક રુઢિપ્રયોગ વપરાય છે, જે આ કવિતા માટે વાપરવાનું મન થાય છે:  Res ipsa loquitar – It speaks for itself.

અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ “ગાલગાગા”ના નિયમિત આવર્તન મઢ્યું છંદબદ્ધ કાવ્ય છે યાને કે મુક્તપદ્ય.

12 Comments »

  1. ધર્મેન્દ્રસિંહ રણા said,

    October 2, 2009 @ 3:15 AM

    આ ઘણી જ ઉત્તમ રચના છે. ગાંધીજયંતિનાં દિને વાંચતા બાપુના જીવન કવનની યાદ આવી ગઈ.ઘર્મેન્દ્રસિંહ રણા

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 2, 2009 @ 4:57 AM

    એ કંટકોની સેજો બનાવી
    નેતાઓએ વહેંચી પ્રજામા.
    વાગતા કંટકો સેજમાં રોજ.
    લાગે છે ગાંધીજયંતિ રોજ.

  3. pragnaju said,

    October 2, 2009 @ 5:09 AM

    આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે. … ન્યાયનો જ વિજય થશે એવો કશો પુરાવો મારી પાસે છે એમ નથી, પણ મારી અવિચળ શ્રદ્ધા છે કે અંતે ન્યાયનો જ …. પાયામાં ઈશ્વરી અધિષ્ઠાન જેવું કશું હશે તો તે મારા જાતે ફર્યા વિના દુનિયાભરમાં પ્રસરશે…તે સત્ય
    માર્ગમાં કંટક પડ્યા
    સૌને નડ્યા
    બાજુ મૂક્યા ઊંચકી
    તે દી નકી
    જન્મ ગાંધી બાપુનો.

    સ્વયંસિધ્ધ

  4. Kirtikant Purohit said,

    October 2, 2009 @ 11:18 AM

    આજના દિને એકદમ યોગ્ય રેીતે રજુ થયેલેી રચના. અદભુત.

  5. Kirtikant Purohit said,

    October 2, 2009 @ 11:20 AM

    આજના દિવસે એકદમ સુયોગ્ય રજુ થયેલ અદભુત રચના.

  6. ધવલ said,

    October 2, 2009 @ 11:24 AM

    સરસ !

  7. Ramesh Patel said,

    October 2, 2009 @ 12:10 PM

    મહત્તાને કવિએ એવી માપી ને મુક્તક દ્વારા સમાજને ચરણે
    જીવન કથા આખી ધરી દિધી.
    આટલી સુંદર રચના લયસ્તરો પર માણવા મળી,
    ધન્યવાદ

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. પંચમ શુક્લ said,

    October 2, 2009 @ 2:27 PM

    આજનું ગાંધી-બીલીપત્ર શિરે ધરવાનું મન થાય એવું છે.

  9. sapana said,

    October 2, 2009 @ 11:45 PM

    આજના દિવસ માટે યોગ્ય.મુકતપદ્ય!તમે જણાવ્યું ન હોત તો સમજ ના પડત્ આભાર.
    સપના

  10. Prabhulal Tataria"dhufari" said,

    October 10, 2009 @ 2:49 AM

    શ્રીઉમાશંકરભાઇ,
    હું કોઇ સાહિત્યકાર નથી કે,આપના જેવા કવિની રચના માટે કોઇ અભિપ્રાય આપી શકું,ભાઇશ્રી રમેશ પટેલના અભિપ્રાય સાથે સહમત થવાની ઇચ્છા જરૂર થાય છે.હા આ બિલિપત્રના દર્શન કરાવવા બદલ ભાઇશ્રી વિવેક ટેઇલરનો આભાર

  11. ગાંધીજયંતિ તે દિને - ઉમાશંકર જોશી | ટહુકો.કોમ said,

    October 1, 2010 @ 6:56 PM

    […] ત્રણ કવિતામાં વિવેકે આ કવિતાની પહેલી કડી પ્રસ્તુત કરી હતી. આજે અહીં વાંચો એ […]

  12. Shivani Shah said,

    July 20, 2017 @ 10:47 AM

    પૂ. બાપૂને પ્રણામ અને લયસ્તરોને ધન્યવાદ !
    કવિની વાણી જ એમના આદર્શો અને કળાનો પરિચય આપે છે.
    એમનામાં રહેલ મા સરસ્વતીને પ્રણામ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment