હાથ – યજ્ઞેશ દવે
આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે,
કોઈ ધાન નહીં વાઢે,
કોઈ ઘડો નહીં ઘડે,
કોઈ ચિત્ર નહીં દોરે,
કોઈ સ્ક્રૂ નહીં ખોલે,
કે
નહીં ખોલે કોઈ વેબસાઈટ;
આ હાથ,
આજે, સ્પર્શશે તને.
– યજ્ઞેશ દવે
આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે,
કોઈ ધાન નહીં વાઢે,
કોઈ ઘડો નહીં ઘડે,
કોઈ ચિત્ર નહીં દોરે,
કોઈ સ્ક્રૂ નહીં ખોલે,
કે
નહીં ખોલે કોઈ વેબસાઈટ;
આ હાથ,
આજે, સ્પર્શશે તને.
– યજ્ઞેશ દવે
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
October 1, 2009 @ 12:16 AM
આ હાથ,
આજે, સ્પર્શશે તને.
….ખૂબ સુંદર અભિવ્યક્તી
રક્તપિત્યા,જેને સ્પર્શની સંવેદના નથી ,તેવાને અમે હાથથી સ્પર્શતા
ત્યારે તેના ચહેરા પર પ્રસન્નતા જણાતી !
અમારા બારડોલીના સંધ્યા ભટ્ટે ભેટ આપેલ પુસ્તકનું તો નામ જ છે “સ્પર્શ આકાશનો ”
તેની આ પંક્તીઓ યાદ આવી-
રેખા મારા હાથોની,
એ તો તારા હસ્તાક્ષર
હાથના સ્પર્શમાં તાકાત છે સઘળી સરખી,.
શબ્દો વાંચી સ્પર્શ જેવું તને લજાવશે કોણ? …
રાકેશ ઠક્કર , વાપી said,
October 1, 2009 @ 12:17 AM
સરસ રચના
આ હાથ,
આજે, સ્પર્શશે તને.
mrunalini said,
October 1, 2009 @ 12:30 AM
મઝાનું અછાંદસ
તેવી તેમની પગની રચના યાદ આવે
દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા છે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.
અને આંખ…
ને સમય તો
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં “
કદી ન ભૂલાય તેવી આકાશવાણી રાજકોટ પરની મુલાકાત
તેમના જ શબ્દોમા -“ટેપ પર બહાર તો રેકોર્ડ કરતો ગયો, પણ અંદર પણ રેકોર્ડીંગ થતું ગયું.”
વિવેક said,
October 1, 2009 @ 1:16 AM
સુંદર મજાનું અછાંદસ… અંત આવો પ્રભાવી ન હોત તો વિચારતા થઈ જવાત…
kanchankumari parmar said,
October 1, 2009 @ 4:34 AM
જિંદગિ આખિ વહિ ગૈ શોધવા મા સ્પરશ્ ;સપર્શ જે હુંફાળો સ્પર્શો તમ કર થિ શરણાઈ ના શુર મા અને વેદિ નિ ધ્રુમ શેર મા……
Pancham Shukla said,
October 1, 2009 @ 5:51 AM
સરસ ટચૂકડું કાવ્ય.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
October 1, 2009 @ 8:31 AM
છંદને ભુલાવી દે એવું અછાંદસ.
Anil Shah.Pune said,
November 23, 2020 @ 11:33 PM
જિંદગી આખી જેના સ્પર્શની આશા એ ગુજારી,
સ્પર્શ થયો ત્યારે જ મારી કાયમી આંખ ઠરી,