શ્વાસની લાલચ હતી ‘ઈર્શાદ’, એ,
કૈંક ભવની કેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સ્વપ્નમાં – (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)

કાળી, કાયમની જુદાઈ
તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

-આન્ના આખ્માતોવા (રશિયન)
અનુ. સુરેશ દલાલ

કાળો રંગ અભાવનો રંગ છે. જુદાઈ એટલે જ આપણને કાળી લાગે છે. પહાડ ચસી શક્તા નથી એટલે પહાડની દૃઢતાથી જમાનાએ જેમને અલગ-અલગ જમીનમાં રોપી દીધા છે એવા પ્રેમીઓ પણ જાણે જ છે કે આ જન્મમાં હવે એમનું મિલન શક્ય નથી… તો વિરહની આ કારમી કાળી રાત્રિઓ પસાર કેમ કરવી?  બંનેની વેદના સમાન છે. બંનેનુઆ સ્વપ્ન પણ સમાન છે અને બંનેની જમીન ભલે અલગ હોય, આકાશ અને આકાશમાંના તારા પણ એકસમાન છે…

પ્રણયનું આવું ચરમસીમાદ્યોતક કાવ્ય આ પહેલાં વાંચ્યું હોવાનું સ્મરણ નથી…

8 Comments »

  1. મીત said,

    May 15, 2010 @ 2:05 AM

    કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા થતા અનુવાદ એ અનુસર્જન રુપ છે.
    -મીત
    સૂરત.

  2. Pranav said,

    May 15, 2010 @ 3:39 AM

    “કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા થતા અનુવાદ એ અનુસર્જન રુપ છે.” …વાહ મીત, ક્યા ખૂબ કહીં !

  3. વિહંગ વ્યાસ said,

    May 15, 2010 @ 4:45 AM

    વાહ…..!

  4. રાજની ટાંક said,

    May 15, 2010 @ 7:31 AM

    ખૂબ જ સરસ પ્રણય આછાદસ

  5. pragnaju said,

    May 15, 2010 @ 9:24 AM

    મઝાનું અછાંદસ
    અને
    ખૂબ સરસ ભાવાનુવાદ
    કાળી, કાયમની જુદાઈ
    તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
    તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
    ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
    તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
    અ દ ભૂ ત
    યાદ આવ્યા
    લિયો ટોલ્સ્ટોયની મહાન નવલકથા ‘એના કેરેનીના’ના પહેલા જ પ્રકરણનું પહેલું જ વાકય કહે છે: ‘વિશ્વના તમામ સુખી પરિવાર એકસરખા કારણસર સુખી હોય છે, જયારે બધા જ દુ:ખી પરિવારો પોતપોતાના આગવા કારણસર દુ:ખી હોય છે.’ મુદ્દે, દુ:ખનાં કારણો હજાર હોઇ શકે, પણ એમાંનાં અનેક કારણોનું નિવારણ એમને જે જોઇએ છે (ચાહે એ સુખ હોય, શાંતિ હોય કે સમૃદ્ધિ), એ તેમને મળી નથી રહ્યું. આવા સંજોગોમાં સામાન્ય રીતે સામાન્ય માણસ હતાશ થાય, રિસાઈ જાય, ચીડિયો થઇ જાય, મોં ફુલાવીને બેસી રહે, ધૂંધવાય, વમળાય!
    બાકી ઉપાય – તાકાત હોય તો ઊઠ, ઊભો થા, મેળવી લે, આગળ નીકળી જા, જીતી લે.

  6. sapana said,

    May 15, 2010 @ 1:05 PM

    હા આ સાચુ!!
    સપનામા મળીશું..કોણ રોકે?
    સપના

  7. himanshu patel said,

    May 15, 2010 @ 7:50 PM

    આ રહ્યુ ઓરીજીનલ જેથી અનુવાદનો આનંદ મળે;
    In Dream
    Black and enduring separation
    I share equally with you.
    Why weep? Give me your hand,
    Promise me you will come again.
    You and I are like high
    Mountains and we can’t move closer.
    Just send me word
    At midnight sometime through the stars.
    Anna Akhmatova
    થોડા ઉમેરા સાથે અનુવાદ સારો થયો છે, વાંચવાનું ગમ્યું.

  8. Pinki said,

    May 15, 2010 @ 9:30 PM

    thanks himanshuuncle,
    really enjoy, original one… and translation, too.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment