તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૪: અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે નવાનગરના ગોરી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે પોરબંદરથી આવ્યા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

     અમે સાતે બેન કુંવારી રાજ
     અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે સાતે ભાઈ કુંવારા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમને શામળી કન્યા ગમશે રાજ
    અચકો મચકો કાં રે અલી ?

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?

    એ કાળી ને કામણગારી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

ક્ન્યા અને વરપક્ષ વચ્ચે નોકઝોંકના આ ગીતમાં સમય આવે લોકો મનગમતી પંક્તિઓ ઉમેરીને -એને વધારે ‘રસદાર’ બનાવીને- ગાતા હોય છે.

12 Comments »

  1. deepak said,

    July 8, 2009 @ 12:06 AM

    કદાચ જો મારી યાદશક્તિ સારી હોય તો.. જ્યારે પહેલા દર રવિવારે સાંજે દૂરદર્શન ઉપર આ ગીત સાભળ્યુ હતું… ઉપેન્દ્ર ત્રિવેદી અભિનેતા અને સ્નેહલત્ત અભિનેત્રી…

    સાચેજ મઝા આવી ગઈ…. 🙂

  2. deepak said,

    July 8, 2009 @ 12:08 AM

    લખવામા ભુલ થઈ .. ” દર રવિવારે જે ગુજરાતી ચિત્રપટ આવતુ હતું…. ત્યારે… 🙂

  3. preetam lakhlani said,

    July 8, 2009 @ 5:50 AM

    આ ગીત સેતલ ને કાંઠે ફિલ્મમા લેવામા આવ્યુ હતુ, દિપક ભાઈ લખેલા કલાકાર હતા….

  4. pragnaju said,

    July 8, 2009 @ 12:04 PM

    તમે કિયા તે ગામથી આવ્યા રાજ
    અચકો મચકો કાં રે અલી ?
    કાં રે અલી ? ને બદલે
    અમે કાં રે લી ગાતા…
    મારગડો મેલ અલી જાઉં વનવાટે,
    કા’નો જોવે છે મારી વાટ;
    નજરું ચુરાવી સહિયરની હું તો, …
    તું જો આજે મારી સાથે જાગશે ·
    અચકો મચકો કાં રે લી ·
    તે દિવસો ફરી આવશે?

  5. Dinesh J. Karia said,

    July 9, 2009 @ 6:57 AM

    જુના દિવસો, શેતલને કાંઠે ના સંવાદો…. દેવરો ને આણલ યાદ આવી ગયા. સાથે માનીતા રમેશ મહેતા હં અ..અ… હં….. હં………. ને સ્વ. મંજરી તો ખરા જ…… ते हिना दिवसा गताः

  6. વિવેક said,

    July 10, 2009 @ 12:38 AM

    આખી જિંદગી અચકો મચકો કારેલી જ ગાયું…. બજારમાં જે સીડી મળે છે એનું ટાઈટલ પણ ‘અચકો મચકો કારેલી’ જ છે… “કાં રે અલી” કે “કાં રે ‘લી” તો કદી વિચાર્યું જ નહોતું…

  7. Dharmendra Rana said,

    July 10, 2009 @ 12:16 PM

    વિવેકભાઈ..
    તમે કિયા તે ગામનાં ગોરી. રાજ
    આટલો મટકો કાં રે અલી…

    એવા શબ્દો લોકગીતના હોવાનો મને ખ્યાલ છે. આપ ચકાસી લેશો.
    અચકો મચકો શબ્દો નો કોઈ અર્થ થતો નથી.. અને તેથી પણ આટલો મટકો કાં રે અલી..એવું હોવું જોઈએ.
    ધર્મેન્દ્ર રણા

  8. વિવેક said,

    July 11, 2009 @ 12:04 AM

    પ્રિય ધર્મેન્દ્રભાઈ,

    આપની ચિવટાઈ બદલ આભાર… પણ આ ગીત પુસ્તકમાંથી જોઈને જ ટાઈપ કર્યું છે… લોકબોલીમાં કેટલાક શબ્દોનો વિન્યાસ માત્ર એમની સંગીતાત્મક્તા અને લયાંવિતાના કારણે જ કરવામાં આવે છે… આ શબ્દો ગીતને પ્રવેગ આપવામાં અને એક વાતાવરણ ખડું કરવામાં મદદરૂપ બને છે… આટલું મારી સમજણ મુજબ !!!

  9. Jayshree said,

    March 26, 2010 @ 6:33 PM

    વિવેકની વાત મારા માટે પણ ૧૦૦% સાચી…

    આખી જિંદગી અચકો મચકો કારેલી જ ગાયું….

  10. અચકો મચકો કાં રે લી | ટહુકો.કોમ said,

    March 26, 2010 @ 7:27 PM

    […] એક લોકગીત છે. આ લોકગીત ના શબ્દો તમને લયસ્તરો.કોમ પર […]

  11. YUVRAJSINH PUWAR said,

    March 28, 2010 @ 10:24 AM

    કાં રે અલી” કે “કાં રે ‘લી” તો કદી વિચાર્યું જ નહોતું…

  12. Mukkeshkumar Gosalia said,

    September 2, 2023 @ 5:53 PM

    કોઈ ને કંઈ ન કેહવુ , સમજી ને સ્થિર બનવું

    આ ગીત નાં શબ્દ કે lyrics હોય તો મેરબની કરી ને મોકલવાની તકલીફ લેશો.
    પ્રણામ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment