પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

કવિતાની તાકાત – મદન ગોપાલ લઢા (અનુ. સુશી દલાલ)

કવિતાને કારણે
વરસાદ નહીં વરસે
કવિતાને કારણે
સૂરજ નહીં ઊગી શકે
કવિતાને કારણે
નહીં ભરી શકાય પેટ.
પણ કવિતા
જરૂર બતાવી શકે છે રસ્તો –
પાણી લાવવાનો
રાત પસાર કરવાનો
ભૂખ ભાંગવાનો

– મદન ગોપાલ લઢા
(અનુ. સુશી દલાલ)

કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે… કવિતાની ખરી તાકાતનો સાચો નિચોડ આ રાજસ્થાની કવિએ થોડી જ પંક્તિમાં કેવો સચોટ કાઢી બતાવ્યો છે !

14 Comments »

  1. sudhakar shah said,

    May 21, 2009 @ 2:34 AM

    સીધી સરળ વાત માં કવિ અને શબ્દોના ઝરણમાં અનુવાદક
    મને સ્પર્શી ગયાં

    મૂળ રાજસ્થાની મળે તો વધારે મજા આવી જાય
    અનુવાદક મને મોકલી શકે?

    સુધાકર્

  2. mrunalini said,

    May 21, 2009 @ 3:32 AM

    મારા કવિતાના શોખને
    એને ઓઢવી કે પાથરવી?
    પૂછી
    નકામો સમયનો બગાડ ગણતાને…

    પણ કવિતા
    જરૂર બતાવી શકે છે રસ્તો –
    પાણી લાવવાનો
    રાત પસાર કરવાનો
    ભૂખ ભાંગવાનો

    કેવી મઝાની કલ્પના!!
    વાહ્

  3. preetam lakhlani said,

    May 21, 2009 @ 7:23 AM

    આ બધુ કવિતામા જ સારુ લાગે છે…..ખરેખર વાસ્તવિકામા નહી મારા ભાઈ,બાકી નવરો બેથો કવિ લખે રાખે કે આકાશના તારા તોડી નાખુ …..તોડવા જાય ત્યારે ખબર પડે કે આકાશ કેટલુ દુર છે…….કવિતા ઠીક છે,

  4. ઊર્મિ said,

    May 21, 2009 @ 7:56 AM

    સાવ સાચી વાત અને સાવ સરળ બાનીમાં… કવિને અભિનંદન !

    કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે — મને તો આ આસ્વાદિત કવિતા પણ બહુ ગમી…

  5. paresh said,

    May 21, 2009 @ 8:29 AM

    આદરણીય પ્રીતમભાઈ,

    શબ્દની સાચા દિલથી સાધના ન કરી હોય એ જ માણસ કવિતા અને શબ્દની શક્તિ વિશે સાશંકિત હોય… શબ્દ અને કવિતાએ સામ્રાજ્ય ઊથલાવી નાંખ્યું હોય એવા દાખલા અજાણ્યા નથી.

    આપ પણ કવિતા કરો ચો અને કવિતા કરનારાના છોડા પણ ફાડી નાંખવા માટે મશહૂર છો… આપે આખી જિંદગી શું કવિતાના નામે લોકોની છેતરામણી જ કરી છે? શબ્દોના ફીફાં જ ફાંડ્યા કે શું?

    નજીકના ચશ્માં લગાવો અને દૂરનું જોતાં શીખો, સાહેબ મારા… આ કવિતા જેટલી વાસ્તવદર્શી કવિતા જિંદગીમાં વાંચી નથી… એમાં કવિતાની મર્યાદા અને તાકાત બંને બખૂબી દર્શાવાયા છે…

  6. preetam lakhlani said,

    May 21, 2009 @ 9:58 AM

    ભાઈ પરેશ, તમે તમારી રીતે શાચા હશો, હુ કવિતા લખુ છુ ત્યારે એ જ પળૅ કાવ્યમા ડુબુ છું બાકી વાસત્વમા માર્રા જેવા અગણિત માણસ હશે જેને કાલ્પનીક જગત સાથે કઈ લેવા દેવા નથી……વાત કવિતાની હોય તો મને ન ગમે તો મને જે ન ગમે તે કહેવાનો અધિકાર છે…….ભાઈ પરેશ તમને ખરેખર ચશ્માની જરુર છે અને મને Drshtrini,

  7. pradip sheth said,

    May 21, 2009 @ 11:35 AM

    આ પ્લેટફોર્મ શેને માટે છે ?

  8. sapana said,

    May 21, 2009 @ 1:11 PM

    કવિતા ભલે કવિની કલ્પના છે,પણ કવિ ઘણુ કહી દે છે શબ્દો દ્વારા.જો કવિતા રસ્તો બતાવી ન શક્તી હોત તો વતન માટે ના ગીતો આટ્લો જુસ્સો પ્રગટાવી ન શક્યા હોત અને જે તાકત કલમમાં છે તે તલવારમાં નથી.હા,પૈસા ને કલમને ઓછુ બને છે..પણ એમાં પણ ક્યાક આપણો જ વાંક છે આપણને સરસ્વતીની કદર નથી…અને લક્ષ્મી બધાને વહાલી!! ભુખ ભાંગવા માટે લક્ષ્મી જોઇયે,પણ ભુખ ભાંગવાનો રસ્તો સરસ્વતી બતાવી શકે…આ ભાવના ખરેખર સુંદર છે…
    સપના

  9. Jayshree said,

    May 21, 2009 @ 4:02 PM

    મઝાની કવિતા…

  10. urvashi parekh said,

    May 21, 2009 @ 8:34 PM

    એક્દમ સાચ્ચી વાત,
    કવીતા શું શું કરી શકે તેનુ જો વર્ણન કરવા બેસિએ તો પાના ના પાના ભરાઈ જાય.
    મન ને ખાળી પણ શકે અને મન ને સભર પણ બનાવે,
    સરસ વાત કહી છે.

  11. rajani [wildlife lover] said,

    May 22, 2009 @ 4:13 AM

    સુંદર રચના છે હો…..ભાઇ ભાઇ….

  12. ધવલ said,

    May 22, 2009 @ 3:35 PM

    કવિતા શું કરી શકે એ પ્રશ્ન સૂર્યાસ્ત ને જોવાથી શું ફાયદો એવો છે. એનો કોઈ સીધો જવાબ નથી… મારી રીતે કહું તો – કવિતાનું કામ છે આત્માની ‘બેટરી’ ને ચાર્જ કરવાનુ.

    યાદ આવી – https://layastaro.com/?p=966

  13. પંચમ શુક્લ said,

    May 25, 2009 @ 9:55 AM

    કવિતાની તાકાતને ક્ષમતાનું નવું પરિમાણ! સરસ.

  14. મીત said,

    June 10, 2009 @ 11:15 AM

    સરસ,ખુબ સરસ ! યાદ અપાવી ગયા આબાદ રીતે કવિ જયંત પાઠકને..
    તેમણે લખ્યુ હતું કે,

    કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
    સરવરો સુકાઈ જાય ?
    નદીઓ વહેતી થંભી જાય ?
    ડુંગરા ડોલી ઊઠે ?
    ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
    પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
    ના, ના, એવું એવું તો ના થાય –
    પણ… પછી
    જળપરીઓ છાનીમાની
    ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
    જલક્રીડા કરવા ના આવે;
    ડુંગરા વાદળની પાંખો પહેરીને
    ઊડી ના શકે;
    ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
    પૃથ્વી ગોળ ગોળ ફરે
    પણ ઠેરની ઠેર રહે
    અવકાશમાં;
    આકાશ ભણી ઊચેં ના જાય.

    કવિતા કરવાનું બંધ કરીએ તો
    આમ, તો કશું ના થાય
    – એટલે કે કશું થાય જ નહીં !

    – જયન્ત પાઠક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment