પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
ઉદયન ઠક્કર

કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયન્ત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.

7 Comments »

  1. pragnajuvyas said,

    November 28, 2007 @ 9:33 AM

    गालिब-ए-खसता के बगैर कौन से काम बंध है
    रोइए झार-झार क्य,किगीए हाय हाय क्युं?
    સાચેજ કશું ન થાય પણ ?

  2. Atul Jani (Agantuk) said,

    November 28, 2007 @ 12:48 PM

    ઈશ્વરની કવિતા એટલે આ સુંદર સૃષ્ટિ.
    વાદળની કવિતા એટલે જળ ની વૃષ્ટિ.

    કવિઓ કવિતા રચે કે ન રચે તેથી કાઈ થાય કે ન થાય તેની ખબર નથી
    પણ મારા સાસુ-સસરા એ કવિતા ન રચી હોત તો હું તો કુંવારો રહી જ જાત.

    ( એક ખાનગી વાત કહી દઉ કે મારી વ્હાલી પત્નિનું નામ કવિતા છે. )

  3. સુરેશ જાની said,

    November 28, 2007 @ 1:01 PM

    કવિતા કરવાનું બંધ કરીએ તો
    આમ, તો કશું ના થાય
    – એટલે કે કશું થાય જ નહીં !

    મેં કવીતા લખવાનું બંધ કર્યું છે.
    પણ હવે ઘણું… ઘણું… વધારે સર્જન કરું છું.

  4. ભાવના શુક્લ said,

    November 28, 2007 @ 1:14 PM

    “કશુ થવુ” અને “કવિતા થવી” એ ઈંડુ પહેલા કે મુરઘી પહેલા જેવો યક્ષપ્રશ્ન છે.

  5. ઊર્મિ said,

    November 28, 2007 @ 9:33 PM

    કવિતા કરવાનું બંધ કરીએ તો
    આમ, તો કશું ના થાય
    – એટલે કે કશું થાય જ નહીં !

    હાવ હાચી વાત… વાહ જયંતભાઈ!

  6. kanchankumari parmar said,

    October 29, 2009 @ 4:05 AM

    કવિતા તો ખુબ સહેલિ;મન્મા આવે તેવુ લખિ નાખો;ન ગમે તેવુ ભુસિ નાખો;સબ્દે સબ્દે ફુલ આપો ;કાંટા ને કાઢિ નાખો;પછિ બસ મઝ જ મઝા……..

  7. gaurangi patel said,

    March 14, 2011 @ 7:29 PM

    આહહહાહા!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment