ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

એકસૂરીલું – નિરંજન ભગત

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા…

– નિરંજન ભગત

વિચાર કરતાં કરી દે એવી સાવ નાની રચના. માણસની આભા, લાગણીની ભીનાશ કે ઇચ્છાઓની સેજ – કશું બદલાતું નથી… બધું એનું એ જ રહે છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો બધાય બે પગા એકસરખા જ હતા, છે અને રહેશે. ‘એકસૂરીલું’ શીર્ષક કાવ્યાર્થને દૃઢીભૂત કરવામાં મદદ કરે છે. યાદ આવે: ‘બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર, ઉપર ઉપરથી ફકત હાલચાલ નોખા છે.’ આખી રચના ગુલબંકીના ગાલ ગાલની ત્રિકલ ચાલમાં લેફ્ટ રાઇટ લેફટ રાઇટની માર્ચ ચાલતી હોય એમ ચાલે છે પણ છેલ્લે ‘પગા’ પર પહોંચીને છેલ્લી પંક્તિ અચાનક ગાલ ગાલના સ્થાને લગા લગાની રવાની પકડે છે ત્યારે પઠનમાં જે લયપલટો થાય છે એ જ કદાચ રચનાને કવિતા સુધી પહોંચાડવાની ચાવી ગણી શકાય.

7 Comments »

  1. Pragnaju said,

    August 26, 2023 @ 6:07 AM

    કવિ કહે છે કે કળા કે કવિતા એ સંજીવની છે. એ મૃત:પ્રાયને પણ નવચેતન અર્પે છે. ’એકસૂરીલું’ નિરંજન ભગતનું ખૂબ પોકાયેલું મુક્તક છે. બ.ક.ઠાકરે પ્રચલિત કરેલો ‘ગુલબંકી’છંદ માં આ લઘુકાવ્ય રચ્યું છે. ઓછા શબ્દો અને એક ના એક શબ્દોનું પુનરાવર્તનથી કાવ્યમાં ચમત્કારિકતા સર્જાય છે.-
    “ એ જ તેજ
    એ જ ભેજ
    એ જ સેજ
    એ જ એ જ
    એ જ બે પગા
    લગા લગા લગા લગા ”
    કાવ્યનું શીર્ષક જ ‘એકસૂરીલું’ છે. એક સૂરમાં રચાયેલું કાવ્યમાં જીવનમાં માણસને એ તેજ મળે, એજ ભેજ મળે, અને જ સેજ મળે છે અને એ પામનારા આ બે પગના માનવીઓ પણ એ જ છે. મનુષ્યના જીવનનું એક સૂરીલતાનું આ મુકતકમાં જોવા મળે છે.
    આમ, નિરંજન ભગતે એમના લઘુકાવ્યોમાં વિષય વૈવિધ્ય, નિરૂપણ રીતિ, ભાષા સજ્જતા તેમજ ચોટદાર શૈલીમાં કાવ્યો રજૂ કર્યા છે. એનમે ગીત કવિતા કે સોનેટ કાવ્યોમાં જેટલી સફળતા મળી છે એટલી લઘુકાવ્યોમાં મળી નથી છતાં આ લઘુકાવ્યો બીજા સ્વરૂપના કાવ્યો સાથે બંધબેસતા જણાય છે અને અને નિરંજન ભગતની કાવ્યબાનીમાં આભના તારલાની જેમ ચમકે છે.
    માણો

  2. Pragnaju said,

    August 26, 2023 @ 7:22 AM

    કવિ કહે છે કે કળા કે કવિતા એ સંજીવની છે. એ મૃત:પ્રાયને પણ નવચેતન અર્પે છે. ’એકસૂરીલું’ નિરંજન ભગતનું ખૂબ પોકાયેલું મુક્તક છે. બ.ક.ઠાકરે પ્રચલિત કરેલો ‘ગુલબંકી’છંદ માં આ લઘુકાવ્ય રચ્યું છે. ઓછા શબ્દો અને એક ના એક શબ્દોનું પુનરાવર્તનથી કાવ્યમાં ચમત્કારિકતા સર્જાય છે.-
    “ એ જ તેજ
    એ જ ભેજ
    એ જ સેજ
    એ જ એ જ
    એ જ બે પગા
    લગા લગા લગા લગા ”
    ખંડિત છંદ – લગા લગા લગા લગા….
    આ છંદ ખંડિત ગણ- લગા ના આવર્તનોથી બને છે
    કાવ્યનું શીર્ષક જ ‘એકસૂરીલું’ છે. એક સૂરમાં રચાયેલું કાવ્યમાં જીવનમાં માણસને એ તેજ મળે, એજ ભેજ મળે, અને જ સેજ મળે છે અને એ પામનારા આ બે પગના માનવીઓ પણ એ જ છે. મનુષ્યના જીવનનું એક સૂરીલતાનું આ મુકતકમાં જોવા મળે છે. ‘સ્વજનોને’લઘુકાવ્ય એ સ્વજનોને સંબોધીને લખાયેલ રચના છે. તો ‘અજાણ્યું એકે ના’ કાવ્યમાં આ પૃથ્વી લોક પર માનવજીવન બધે સરખું છે એ અર્થબોધ આપતું કાવ્ય છે.

  3. Vinod Manek, Chatak said,

    August 26, 2023 @ 10:33 AM

    લાઘવ માં રાઘવ જેવું બળુકુ મુકતક….

  4. DILIPKUMAR CHAVDA said,

    August 30, 2023 @ 6:37 PM

    એકદમ અનોખું

  5. નેહલ said,

    August 31, 2023 @ 1:44 PM

    વાહ

  6. Poonam said,

    September 1, 2023 @ 11:25 AM

    એ જ બે પગા,
    લગા લગા લગા લગા…
    – નિરંજન ભગત – bahoot khoob !

    Aaswad sanatan satya ! 🙏🏻

  7. લતા હિરાણી said,

    September 2, 2023 @ 12:03 PM

    લગા લગા લગા લગા…
    છેલ્લી લાઈનથી અર્થની દિશા બદલાઈ જાય છે
    પરંતુ લય જળવાય છે.
    આ જ કારણથી કવિએ આવું કર્યું હોય શકે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment