‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
ગની દહીંવાલા

કહી દે, આવશે ક્યારે ? – નેહા પુરોહિત

ઢળી છે આંખ, ખીલ્યો ચાંદ, તું સંભારણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

ગુલાબી ઠંડીની રાતો રૂપાળી થઈ ગઈ,
નભે છે તારલા, કે કોઈ છાંટે છે જરી ?
પરોવી ચાંદનું મોતી અદીઠા તાંતણે,
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

હું મારી આશ ગૂંથું શ્વાસના સોયા વડે,
ભરું છું વેલબુટ્ટા, રંગ સપનાનાં ચડે.
બનાવી શાલ ઓઢાડું, એ સપનું પાંપણે..
કહી દે આવશે ક્યારે તું મારાં આંગણે ?

– નેહા પુરોહિત

નઝાકતભર્યું મધુરું ગીત….

10 Comments »

  1. Trisha Rajgor said,

    December 20, 2022 @ 11:00 AM

    એડમિન શ્રી
    માત્ર નજાકત સિવાય કાવ્યાત્મકતાનાં  નામે  કશું જ નથી – તમને કશું જણાયું હોય તો ફોડ પાડવા વિનંતી 
     દરેક જગ્યાએ ચુસ્ત પ્રાસ વાપર્યા છે તો ગઈ સાથે જરી પચાવવું કેવું અઘરું પડે એ સાહિત્યમાં જરા તરા રસ લેતા માનવીને પણ સમજણ પડે 
    આમ પણ પહેલા જેવું નથી હવે આ વેબસાઈટ પર – નામ જોઈને જ રચના મુકાય છે 

    સ્ત્રી સારું લખી શકે છે એમાં કોઈ શંકા નથી 
    દરેક સ્ત્રી હંમેશા સારું જ લખે એ ગેરસમજ દૂર થવી જોઈએ 

  2. વિવેક said,

    December 20, 2022 @ 11:25 AM

    હિન્દી ગીતોમાં તો સામાન્ય છે પણ ગુજરાતી ગીતોમાં ગઝલોના છંદ પ્રયોજવાની પ્રથા જવલ્લે જ જોવા મળે છે… ગઝલના છંદમાં ગીત લખવું એ પોતે એક ઉપલબ્ધિ ગણાય… અને વધુ મજા તો એ છે કે છંદ કવિતા ઉપર હાવી થયો નથી…

  3. NARENDRASINH said,

    December 20, 2022 @ 5:32 PM

    KHUB SUNDAR RACHNA

  4. નેહા પુરોહિત said,

    December 20, 2022 @ 6:20 PM

    આભાર લયસ્તરો.
    આભાર નરેન્દ્રસિંહભાઈ.

    ત્રિશામેડમની કમેન્ટની છેલ્લી બે લીટી સમજાતી નથી.

  5. તીર્થેશ said,

    December 20, 2022 @ 6:48 PM

    @Trisha Rajgor

    આપને આપનો અભિપ્રાય ધરાવવાનો તેમજ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે….અંગત ગમા-અણગમા તો હોય જ ને ! ” નામ જોઈને રચના મૂકાય છે ” – એ કોમેન્ટ જરા કઠી. લયસ્તરો પર હંમેશા ક્વોલિટી ને માપદંડ રખાય છે….. આપના પ્રતિભાવ માટે આભાર 🙏🏻

  6. pragnajuvyas said,

    December 20, 2022 @ 9:54 PM

    કવયિત્રી નેહા પુરોહિતના સહજ, સરળ નઝાકતભર્યા મધુરું ગીતે
    નમણી વાતને સહજ રીતે ચિંતનનો સ્પર્શ આપી દીધો !
    ધન્યવાદ

  7. વિવેક said,

    December 21, 2022 @ 11:27 AM

    @ ત્રિશા રાજગોર:

    આપને કદાચ ખ્યાલ ન હોય પણ વેબસાઇટ અમને ખોટા નામે કમેન્ટ કરનારની સાચી ઓળખ આપવાની સુવિધાથી સજ્જ છે. એટલે ખોટા નામની પૂજા રાખીને પ્રતિભાવ આપનાર કોણ છે એની અમને પૂરી જાણકારી છે. સ્ત્રીના કપડાં પહેરીને પ્રતિભાવ આપનારની રુગ્ણ માનસિકતા અમે અહીં સ્ક્રીનશોટ સાથે છતી કરી શકીએ એમ છીએ.

    બીજી વાત, આપે તીર કદાચ બીજે ક્યાંક તાકવું હતું, પણ તાકી બેઠા ખોટા માણસ સામે. આ રચના ડૉ. તીર્થેશ મહેતાએ પૉસ્ટ કરી છે.

    લયસ્તરો પર તમામ પ્રકારના પ્રતિભાવોનું હરહંમેશ સ્વાગત છે. કવિતા બહુ અંગત અભિવ્યક્તિ છે એટલે કોઈ કવિતા કોઈને ગમે અને કોઈને ન ગમે એવું ચોક્કસ જ સંભવ છે. અમે કદી એવો કોઈ દાવો કર્યો જ નથી કે અમે અહીં ઉત્તમોત્તમ રચનાઓ જ પૉસ્ટ કરીશું… અમે અમને ગમતી રચનાઓ પૉસ્ટ કરીએ છીએ, એ આપને ન ગમે એ બિલકુલ બનવાજોગ છે પણ એનો અર્થ એ નથી થતો કે આપ એલફેલ લવારા કરી અમારી નીતિમત્તા અને કાવ્યસૂઝ ઉપર પ્રહાર કરો…

    ડિસેમ્બર મહિનામાં પૉસ્ટ કરાયેલ આ અઢાર કાવ્યકૃતિઓમાંથી કઈ-કઈ સર્જકના નામને જોઈને પૉસ્ટ કરવામાં આવી છે એ કહેશો? –

    1. હત્યા – મહેમૂદ દરવીશ (અનુ: વિવેક મનહર ટેલર)
    2. કૂવો – દર્શક આચાર્ય
    3. રાજકારણ વિશેષ : ૦૧ : મુખ્યમંત્રીજીનું પહેરણ – સરૂપ ધ્રુવ
    4. રાજકારણ વિશેષ : ૦૨ : ક્રાન્તિ – વિપિન પરીખ
    5. રાજકારણ વિશેષ : ૦૩ : નઘરોળ ચામડી – પારુલ ખખ્ખર
    6. રાજકારણ વિશેષ : ૦૪ : પસંદગીના શેર – દુષ્યન્ત કુમાર
    7. રાજકારણ વિશેષ : ૦૫ : (કાચિંડા) – બાબુ સુથાર
    8. રાજકારણ વિશેષ : ૦૬ : પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર
    9. રાજકારણ વિશેષ : ૦૭ : ગાંધીજી – શેખાદમ આબુવાલા
    10. રાજકારણ વિશેષ : ૦૮ : भेड़िया – सर्वेश्वर दयाल सक्सेना
    11. રાજકારણ વિશેષ : ૦૯ : किसी के बाप का हिन्दोस्तान थोड़ी है – राहत इंदौरी
    12. રાજકારણ વિશેષ : ૧૦ : वो सुब्ह कभी तो आएगी – साहिर लुधियानवी
    13. રાજકારણ વિશેષ : ૧૧ : Communication – રમેશ પારેખ
    14. હજારો શૂન્ય – બાબુલાલ ચાવડા ‘આતુર’
    15. સ્ત્રીઓ – વિનોદ પદરજ (હિંદી) (અનુ.: હરીશ મીનાશ્રુ)
    16. દર્દની ભેટ – શૂન્ય પાલનપુરી
    17. આત્મબળ – ‘ગની‘ દહીંવાળા
    18. યાદ છે? (દીર્ઘ ગઝલ) – મુકુલ ચોકસી

    ઈશ્વર આપને સદબુદ્ધિ આપે..

  8. Sahitya Dave said,

    December 21, 2022 @ 12:02 PM

    ત્રિશા રાજગોર નો અભિપ્રાય સુરતના જ એક કવિ શ્રી ની યાદ અપાવે છે.

  9. વિવેક said,

    December 21, 2022 @ 12:28 PM

    @ સાહિત્ય દવે:

    એ જ છે… વેબસાઇટનું ડેશબૉર્ડ આગળ એકાદ વાર પણ કમેન્ટ કરી હોય એવા બધાની ઓળખ છતી કરી આપે..

  10. Dishant Rajyaguru said,

    December 21, 2022 @ 6:02 PM

    Here are my few words!-

    ત્રિશા રાજગોરના નામે સંપૂ નામે ચંપૂ કવિએ કોમેન્ટ કરિ લાગે છે. ભાઈ બળેલ છે. એમનો કશે ગજ વાગતો નથી એટલે આખા ગામ સાથે પંગા લેતા ફરે છે. ને આ વખતે તો પોતાના નામથિ કોમેંત કરતાં પણ એમની ફાટી પડી લાગે છે. એટલે ત્રીસા રાજગોરના નામે કોમેંત કરી લાગે છે. એમની કહેવાતી ‘ગુણવત્તાસભર’ કવિતાઓ લયસ્તરો પર લંબા સમયથી આવી નથી એનો કકળાટ આ રીતે નીકળો લાગે સે.

    લયસ્તરો હું લાંબા સમયથી વાંચું છું. લયસ્તરોને બાદ કરતાં આજે બધા જ સાહિત્ય magazines કચરામાં કચરો રચના છાપે છ. લયસ્તરો એક જ સાઇત એવી છે જેના પર ક્વોલિટિ પોયમ્સ પબ્લિશ થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment