મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ઉમાશંકર જોશી

મેશ જોઈ મેં રાતી – રાવજી પટેલ

મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી

આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી

પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી

– રાવજી પટેલ

 

ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….

1 Comment »

  1. Bharat Bhatt said,

    November 23, 2019 @ 9:44 PM

    ભાવાર્થ મારા અંદાજ મુજબ : છેલ્લી પંક્તિઓમાં દર્શાવે છે. કામેચ્છા અને પરિતૃપી.શબ્દો જેવાકે આંગળીયો ,હથેળી મણિ ,નાગ જવા શબ્દોનું પ્રયોજન રૂપક રૂપે પ્રયોજયા .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment