સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
(કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)
ધવલ said,
January 21, 2006 @ 6:22 PM
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- is more relevant than ever today. The Gujarati communities abroad are like little islands of Gujarati. It is all because we all Gujaraties carry a little Gujarat in our hearts !
ગુજરાતી સર્જક પરિચય » ખબરદાર said,
July 12, 2006 @ 5:31 PM
[…] – # જ્યાં જ્યાં વસે એક ગુજરાતી […]
Vishal Mehta said,
November 13, 2006 @ 6:50 AM
કન્કોત્રી – હાસિમ્
મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાત્રી મને
ભૂલી વફા ની રીત ના ભૂલી જરી મને
લ્યો એના લગ્ન ની મળી કન્કોત્રી મને
સુન્દર ન કેમ હોય કે સુન્દર પ્રસાન્ગ છે
કન્કોત્રી મા રૂપ છે, શોભા છે, રન્ગ છે
કાગળ નો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદન ના જવાબ સમ
જાણે કે પ્રેમકાવ્યો ની કોઇ કિતાબ સમ
જાણુ છુ એના અક્ષરો વરશો ના સાથ થી
શીર્-નામ મારુ તીપ્યુ છે ખુદ એના હાથ થી
ભૂલી વફા ની રીત ના ભૂલી જરી મને (૨)
લ્યો એના લગ્ન ની મળી કન્કોત્રી મને
કન્કોત્રી થી એટ્લુ પૂરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે
જ્યારે ઉઘાડી રીતે જો ના પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈને સદાચાર થાય છે
દુખ છે હજાર તોયે એજ ટેક છે
કન્કોત્રી નથી આ અમસ્તો વિવેક છે
ભૂલી વફા ની રીત ના ભૂલી જરી મને (૨)
લ્યો એના લગ્ન ની મળી કન્કોત્રી મને
“હાસિમ્” હવે વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો તે સંગ પણ ગયો
આંખો ની છેડ્-છાડ ગઈ, વ્યંગ પણ ગયો
મેળાપ ની એ રીત ઢંગ્ પણ ગયો
હૂં દીલ ની લગની થી હજી પણ સતેજ છુ
તે પારકી બની જશે હૂં એ નો એજ છુ
ભૂલી વફા ની રીત ના ભૂલી જરી મને (૨)
લ્યો એના લગ્ન ની મળી કન્કોત્રી મને
ટહુકો.કોમ » સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ said,
November 20, 2006 @ 2:11 PM
[…] ( આભાર : લયસ્તરો ) […]
રાકેશ said,
April 14, 2009 @ 9:41 AM
it is so excited to see this blogs.i am happy that u cover all the poets. i like to read kavi khabardar’s full poem. most people mix this poem with Narmad’s poem. i want to talk with you . pl give me ur email.
i am from India & recently i started Guj Network project. detail of same s on http://www.gujnetwork.in. Gujnetwork is an eforts to make Bridge between gujarati’s. pl do visit this site.
લયસ્તરો » યાદગાર ગીતો :૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર said,
December 5, 2009 @ 11:15 PM
[…] ‘સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ. નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે… […]
Girish Parikh said,
December 24, 2009 @ 10:37 PM
મારી સાહિત્ય સ્મરણિકા
‘સંદેશ’ ના તંત્રી શ્રી ફાલ્ગુનભાઈ પટેલે એક વખત ‘સંદેશ’માં છપાએલા એમના લખણમાં “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” પંક્તિને નર્મદ નામે ચડાવી દીધેલી! મેં આ બાબત જનાબ આદિલ મન્સૂરીને ફોન કર્યો. એમણે મને કહ્યું કે ‘સંદેશ’ને ખબરદાર કરો કે એ પંક્તિ ‘ખબરદાર’ની છે. મેં એ બાબતનો પત્ર તૈયાર કરી ‘સંદેશ’ની અમેરિકન આવૃત્તિના તંત્રીને આપ્યો પણ એમણે એ છાપ્યો જ નહીં!
amirali khimani said,
December 23, 2011 @ 12:24 AM
ક્વિશ્રિ ખબરદાર નિ આ ક્વિતાથિ એ સાફ દેખાય છેકે ગુજરાતિ ભાશાને સ્મ્રુધ કરવામા હિન્દુ,મુસ્લિમ,પારસિ વિગેરે સ્માજે યથાશ્ક્તિ સાથ પુરાવ્યો છે અને એથિજ આપડિ ભાશા દિપિ રહિછે.વિશ્વ ના ખુણે ખુણે બોલાતિ,લખાતિ ગુજ્ર્રતિ ભાશા નિ લોક્પ્રિય્તા નુ આજ કારણ છે.આપડિ ભાશા સદા અમર રહો.જય જ્ય ગરવિ ગુજરાત.સદા અમર રહો ક્વિશ્રિ ખબરદાર.