અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
વિવેક મનહર ટેલર

સ્ટૉક માર્કેટ – ભરત ઠક્કર

બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય છે.
આજની બપોર અતિ શાંત છે.
પવન જંપી ગયો છે.
વાદળ બધાં સ્થિર છે.
એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
આકાશના શરીર પર કાપો પાડી રહી છે.
લોહીનો છાંટોય જોવા મળતો નથી.
બેકયાર્ડમાં તડકો છે.
સસલાં આરામ કરે છે.
ફળો ફૂલો ગરમીમાં તપ કરે છે.
ઘરમાં એર કન્ડિશનર ચાલુ છે.
મને ચેન પડતું નથી.
આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.

– ભરત ઠક્કર

તેર પંક્તિના નાનકડા કાવ્યમાં એક પંક્તિને બાદ કરતાં બધા જ વાક્ય પંક્તિના અંતે પૂરા થઈ જાય છે. ટૂંકા વાક્યો અને દરેક પંક્તિના અંતે આવતા પૂર્ણવિરામ ‘અતિ શાંત’ બપોરની શાંતિનો અહેસાસ કરાવે છે. આ એવી બપોર છે જ્યાં બધું જ આરામમાં છે અને કવિએ આ કાવ્યરીતિ સાયાસ પ્રયોજી હોય કે અનાયાસ, એ કવિતાના ભાવને દૃઢીભૂત કરવામાં ખાસ્સી ઉપકારક બને છે. એરોપ્લેનમાંથી પાછળ વછૂટતી પાતળી ધૂમ્રસેર જાણે કે છરી છે અને આકાશને બે ભાગમાં ચીરી રહી છે પણ બપોરે ત્રણની આસપાસનો સમય હોવાથી ક્યાંય લાલાશ નજરે ચડતી નથી. કવિ આસપાસ ઉપસ્થિત તમામ પ્રકૃતિત્ત્વના સ્થિતિભાવને જુએ છે. બહાર ગરમી છે પણ શાંતિ છે. અંદર વાતાનુકૂલન છે પણ બેચેની છે કેમકે સ્ટૉક માર્કેટમાં આજે કડાકો થયો છે…

5 Comments »

  1. pragnaju said,

    December 20, 2018 @ 7:53 AM

    સર સ અછાંદસ અને રસદર્શન
    અંત-‘
    મને ચેન પડતું નથી.
    આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.’
    જાણે સાંપ્રત સમયની આપણી અનુભિતી-
    સ્ટોક ડાઉન વખતની સ્થિતીનું સુંદર દર્શન
    ત્યારે ‘ એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
    આકાશના શરીર પર કાપો છે ‘
    તો બીજી તરફ આ ‘ વ્હાઇટ ટ્રેલ’નો ઉતર
    એમના બીજા અછાંદસમા મળે છે
    …મારી અન્યમનસ્કતાને જો ખોતરી શકો તો;
    ને એમ ન બને તો બાળી નાખો-
    હું કોઈ પણ ભોગે મારી જાતને બચાવી લઈશ.

  2. ketan yajnik said,

    December 20, 2018 @ 6:44 PM

    .

    ?

  3. ketan yajnik said,

    December 20, 2018 @ 6:48 PM

    ये न थी हमारी क़िस्मत के विसाल[1]-ए-यार होता
    अगर और जीते रहते यही इन्तज़ार होता

    तेरे वादे पर जिये हम तो ये जान झूठ जाना
    कि ख़ुशी से मर न जाते अगर ऐतबार होता

    तेरी नाज़ुकी[2] से जाना कि बंधा था अ़हद[3] बोदा[4]
    कभी तू न तोड़ सकता अगर उस्तुवार[5] होता

    कोई मेरे दिल से पूछे तेरे तीर-ए-नीमकश[6] को
    ये ख़लिश[7] कहाँ से होती जो जिगर के पार होता

    ये कहां की दोस्ती है कि बने हैं दोस्त नासेह[8]
    कोई चारासाज़[9] होता, कोई ग़मगुसार[10] होता

    रग-ए-संग[11] से टपकता वो लहू कि फिर न थमता
    जिसे ग़म समझ रहे हो ये अगर शरार[12] होता

    ग़म अगर्चे जां-गुसिल[13] है, पर[14] कहां बचे कि दिल है
    ग़म-ए-इश्क़ गर न होता, ग़म-ए-रोज़गार होता

    कहूँ किससे मैं कि क्या है, शब-ए-ग़म बुरी बला है
    मुझे क्या बुरा था मरना? अगर एक बार होता

    हुए मर के हम जो रुस्वा, हुए क्यों न ग़र्क़[15]-ए-दरिया
    न कभी जनाज़ा उठता, न कहीं मज़ार होता

    उसे कौन देख सकता, कि यग़ाना[16] है वो यकता[17]
    जो दुई[18] की बू भी होती तो कहीं दो चार होता

    ये मसाइल-ए-तसव्वुफ़[19], ये तेरा बयान “ग़ालिब”!
    तुझे हम वली[20] समझते, जो न बादाख़्वार[21] होता

    .

    ?

  4. bharat trivedi said,

    December 20, 2018 @ 7:32 PM

    સફળ કવિતા.

  5. Bharat Bhatt said,

    December 20, 2018 @ 11:13 PM

    All environmental surrounding things are natural. But mental peace disturbed because stock market.

    Bharat Bhatt
    Seattle

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment