આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

અગમ અવતાર છે – ‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

– ‘અગમ’ પાલનપુરી

કવિતા લખવાના અનુભવ પર અનેક કવિતાઓ લખાઈ છે અને એ છતાં ગઝલ નવી લાગે છે. ‘અગમ’ને સમજવા માટે એની ગઝલથી વધારે સારો રસ્તો શું હોઈ શકે ?

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

11 Comments »

  1. વિવેક said,

    January 26, 2009 @ 1:09 AM

    સુંદર ગઝલ…

    ના લખું તે હાથ છો તૂટી પડે;
    જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!
    -ક્યા બાત હૈ!

  2. Pinki said,

    January 26, 2009 @ 1:34 AM

    શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
    હર ગઝલ મારો અગમ અવતાર છે.

    આખી ગઝલ કૉપી-પેસ્ટ

    અદ્.ભૂત ગઝલ !!

  3. ડો.મહેશ રાવલ said,

    January 26, 2009 @ 2:52 AM

    શબ્દને પૂર્વજોએ પણ બ્રહ્મની કક્ષાએ મૂક્યો છે અહીં અગમભાઈ પોતાના વિચારો લઈ એ જ વાતનું સમર્થન કરે છે….સરળશૈલીમાં પ્રસ્તુત થયેલી વાત ઊંડાણ તરફ દોરી જાય છે…
    સરવાળે,સુંદર ગઝલ.
    અભિનંદન.

  4. bharat said,

    January 26, 2009 @ 3:47 AM

    જયહિન્દ
    સુંદર ગઝલ

  5. Shah Pravinchandra Kasturchand said,

    January 26, 2009 @ 7:02 AM

    જોયુંને, કવિ કોને કહેવાય?મારા ભાઈ,આને કહેવાય.
    કાનો માતરકે મીંડાની ભૂલ પણ જેનાથી ના સહેવાય.

  6. pragnaju said,

    January 26, 2009 @ 7:53 AM

    શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
    હર ગઝલ મારો અગમ અવતાર છે.
    સુંદર
    શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
    ક્યારેક તો સ્વયં કૃતિ,
    આત્માની અમરાકૃતિ.
    શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.
    છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
    શાયરી પોતે પરખનો પાર છે!
    વાહ્
    અગમ ખેલ અપાર,
    અગમ કેરી ગમ નહીં રે,
    વાણી ન પહોંચે વિસ્તાર;
    એક દેશ એવો રે,
    બુધ્ધિ થાકી રહે

  7. ઊર્મિ said,

    January 26, 2009 @ 10:01 AM

    વાહ… ગઝલ મજાની ને રસદાર છે!

  8. kirankumar chauhan said,

    January 26, 2009 @ 9:12 PM

    badhia gazal.. wah..

  9. Taha Mansuri said,

    January 26, 2009 @ 10:34 PM

    ખુબ જ મજાની ગઝલ.

    ના લખું તે હાથ છો તૂટી પડે;
    જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

    “અગમ” પાલનપુરી વિશે “શુન્ય” પાલનપુરીએ એક વખત લખ્યું હતું કે,
    “હવે પાલનપુરના તોશાખાનામાં “અગમ” નામી મૂલ્યવાન રત્ન ઉમેરાઇ રહ્યું છે, જે એની ભવ્ય્તાને
    ચાર ચાંદ લગાવશે, એના ભાષા વૈભવનો ખજાનો ખુલ્લો મુકશે, ભાષાને મૂલવનારા મૂંઝાઇ જશે, કારણ કે ગઇકાલ સુધી જેનું મૂલ અંકાતું હતું એ ‘શું શાં….’ એ ભાઇ અગમની કલમ પામીને અવું મૂલ્ય ધારણ કર્યું છે કે નીલામમાં ગએ તેટલી ઊંચી બોલી બોલાશે તોય એ ઓછી પડવાની છે.”

  10. P Shah said,

    January 27, 2009 @ 10:56 PM

    શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
    હર ગઝલ મારો અગમ અવતાર છે.

    વાહ !
    સુંદર ગઝલ !

  11. Abhijeet Pandya said,

    February 25, 2009 @ 11:17 PM

    ના લખું તે હાથ છો તૂટી પડે;
    જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

    સુંદર ગઝલ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment