એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન (અનુ. વિવેક મનહર ટેલર)
એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.
એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.
એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.
એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.
એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.
એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.
એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.
એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.
એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.
– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)
*
રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્ય -‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) -ની ખેવના કાયમ રહી છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.
આ ગદ્યકવિતાનો સાછંદ પદ્યાનુવાદ જાણીતા કવિશ્રી મકરંદ દવેએ પણ કર્યો છે, જે લયસ્તરો પર જ આપ અહીં – https://layastaro.com/?p=1911 – માણી શકશો.
*
Pity the nation
Pity the nation that is full of beliefs and empty of religion.
Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.
Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.
Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.
Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.
Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking
Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.
Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.
Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.
― Khalil Gibran
ketan yajnik said,
March 3, 2018 @ 4:54 AM
યાદ આવે
Pity the nation whose people are sheep,
and whose shepherds mislead them.
Pity the nation whose leaders are liars, whose sages are silenced,
and whose bigots haunt the airwaves.
Pity the nation that raises not its voice,
except to praise conquerors and acclaim the bully as hero
and aims to rule the world with force and by torture.
Pity the nation that knows no other language but its own
and no other culture but its own.
Pity the nation whose breath is money
and sleeps the sleep of the too well fed.
Pity the nation — oh, pity the people who allow their rights to erode
and their freedoms to be washed away.
My country, tears of thee, sweet land of liberty.”
― Lawrence Ferlinghetti
JAFFER said,
March 3, 2018 @ 5:51 AM
ABSULUTELY TRUE
વિવેક said,
March 3, 2018 @ 6:48 AM
@ કેતન યાજ્ઞિક :
લૉરેન્સની આ કવિતા જિબ્રાનની કવિતાની નકલ નથી? જિબ્રાનનું આ પુસ્તક 1933માં પ્રગટ થયું ત્યારે લૉરેંસની ઊમર 14 વર્ષની હતી.
સુરેશ જાની said,
March 4, 2018 @ 11:16 AM
એકદમ સાચી વાત.
pragnaju vyas said,
March 4, 2018 @ 7:10 PM
‘As we dwell in the penultimate month of our Golden Jubilee year of Independence, I ask that you share these selected pieces composed by the Prophet Kahlil Gibran. Some of these verses we recited at the start of certain functions some years ago. Should we do so once more to provide some illumination on our path to the next step of this period of our journey to Unity, Goodness and Glory, perhaps it can help motivate and give guidance to our young people and those in our Parliament.
“Pity the Nation that is full of beliefs and empty of religion.
Pity the nation that wears a cloth it does not weave and eats a bread it does not harvest.
Pity a Nation that despises a passion in its dream, yet submits in its awakening.
Pity the Nation whose sages are dumb with years and whose strongmen are yet in the cradle.
Pity the Nation divided into fragments, each fragment deeming itself a nation.”
અને
Pity the Nation, by Lawrence Ferlinghetti – YouTube
Video for Pity the nation divided into fragments, each fragment deeming itself a nation. ― Khalil Gibran▶ 1:06
Jan 11, 2013 – Uploaded by FREEDOM’s Orator
Rebel Poet In America; Lawrence Ferlinghetti :))) Pity The Nation Pity the nation whose people are sheep And …
જે હોય તે પણ વધારે ચિંતનાત્મક લાગે ડૉ વિવેકની વાત-; મનુષ્યજાતિને આદર્શ રાજ્ય -‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) -ની ખેવના કાયમ રહી છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે’ અને સુંદર અનુવાદમા
એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.
એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.
આવતા એક કસક…આત્મચિંતન કરવા લગે
જગદીશ કરંગીયા ‘સમય’ said,
March 4, 2018 @ 10:58 PM
સુંદર કાવ્ય અને સુંદર અનુવાદ,
કાવ્ય ને લાગતું એક મુક્તક
———
વાદ બસ મુજને ત્રણ નડ્યા, જાત,પ્રાંત ને કોમ;
નકાર મારામાં પણ હોત વસ્યા, લંડન, પેરીસ ને રોમ.
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com/2016/07/30/
જગદીશ કરંગીયા ‘સમય’ said,
March 4, 2018 @ 10:59 PM
સુંદર કાવ્ય અને સુંદર અનુવાદ,
કાવ્ય ને લગતું એક મુક્તક
———
વાદ બસ મુજને ત્રણ નડ્યા, જાત,પ્રાંત ને કોમ;
નકર મારામાં પણ હોત વસ્યા, લંડન, પેરીસ ને રોમ.
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com/2016/07/30/