મુક્તક – સૌમ્ય જોશી
કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.
-સૌમ્ય જોશી
ગઈકાલે ધવલે છાંડી દીધેલી એંઠની વાત કરી જેના અનુસંધાનમાં ’व्यासोच्छिष्ठं जगत् सर्वम्।’ જેવાપ્રતિભાવ મળ્યા એટલે તરત જ સૌમ્ય જોશીનું આ મુક્તક યાદ આવી ગયું.’ઈમેજ પબ્લિકેશન’ દ્વારા સુરત ખાતે છવ્વીસમી તારીખે એકસાથે છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન બાર સાહિત્યરસિકોના હાથે થયું જેમાં સૌમ્ય જોશીના ‘ગ્રીનરૂમમાં’નું વિમોચન મારા હાથે થયું એ પ્રસંગના આનંદને વાગોળતા વાગોળતા આ મુક્તક આજે રજૂ કરું છું.
P Shah said,
January 1, 2009 @ 2:45 AM
સુંદર મુક્તક !
‘ગ્રીનરૂમમાં’ વિમોચન પ્રસંગે શ્રી સૌમ્ય જોશીને અભિનંદન !
તેમની એક ગઝલના મક્તાનો શેર જુઓ–
”એનામાં હુંય માનતો થઈ જાઉ છું ત્યારે
મારામાં જયારે માનતો થઈ જાય છે ઈશ્વર”
આસ્તિકતા અને નાસ્તિકતા મૌલિક રીતે કહેવાઇ છે..
Jina said,
January 1, 2009 @ 4:32 AM
સૌમ્ય જોષીની કલમ પ્રત્યે કોલેજકાળથી મને ખાસ આકર્ષણ રહ્યું છે. એમના શબ્દો જાણે વાચકને મંત્રમુગ્ધ કરી દે છે… તેઓની આવી સુંદર રચના આપવા બદલ આભાર!!
Shah Pravinchandra Kasturchand said,
January 1, 2009 @ 7:37 AM
આ બધું જોઈને લાગે છે કે મારે સુરતમાં ઘર વસાવવું પડશે.
વ્યાસ કે કાલિદાસ તો નહીં,મારી હેસિયતમાંતો ઢસાવું પડશે.
પ્રતિભા છો રહી ના સૌમ્ય કે જોશીલી,એ વાત બાજુ મૂકી દો.
છ કાવ્ય અને છ વાર્તાસંગ્રહો એક સાથે,વાહ.ત્યાં જાવું પડશે.
pragnaju said,
January 1, 2009 @ 10:52 AM
કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
વાહ
હોય જો ઈચ્છા જલનની દોર થઇને બળો,
ખાક થઇ જાશે છતાં વળ કયાં વિખરાય છે.
———
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.
વાહ વાહ
સફળ થશે
એક ઈચ્છા છેકે
જ્યારે મૃત્યુ મને વિશ્વની સભામાંથી ઉઠાવી જાય
ત્યારે મને એક વાર એ અનુમતિ આપે કે
કબરમાંથી પાછો પરત થઇ શકું
તારા દ્વાર પર આવીને એક સાદ આપું
તને સહાનુભૂતિની આવશ્યકતા હોય તો
તારી સમક્ષ ઉપસ્થિત થાઊં
અને તને એની જરૂરત નહોય તો
પરલોક પ્રતિ પાછો પ્રયાણ કરી જાઉં
ધવલ said,
January 2, 2009 @ 10:00 AM
વાહ … સરસ !
અનામી said,
January 5, 2009 @ 11:07 PM
નિશાન ચૂક માફ, નહિ માફ નીચુ નિશાન.
વ્યાસ અને કાલિદાસ વહેલાં જ્ન્મયા એમાં બીજાઓનો શો વાંક?
ઊર્મિ said,
January 8, 2009 @ 8:18 PM
વાહ સ-રસ મુક્તક !
વિમોચન કરવા બદલ અભિનંદન દોસ્ત…!
‘ગ્રીનરૂમમાં’ માટે સૌમ્યને ખાસ હાર્દિક અભિનંદન…!
Development said,
December 23, 2015 @ 12:08 PM
Inmfaortion is power and now I’m a !@#$ing dictator.
auto insurance said,
December 26, 2015 @ 12:55 PM
I can’t hear anything over the sound of how awesome this article is.