જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

સુખ – અમૃત ‘ઘાયલ’

કોઈની   છોડી  હવે  ના  છૂટશે
આ  કસુંબો  પી  કસેલી  ભેઠ  છે
સુખ ગણી જેને પ્રસંશે છે જગત
એ  અમે  છાંડી  દીધેલી એંઠ છે

– અમૃત ‘ધાયલ’

( ભેઠ=કમર પર બાંધવાનું કપડું, એંઠ=એઠું)

5 Comments »

  1. pragnaju said,

    December 31, 2008 @ 8:36 PM

    સરસ
    બાકી બધા અમારું છાંડેલુ જ સાહીત્ય રજુ કરે છે!
    અમે એટલે વેદ વ્યાસ-
    તેઓએ મહાકાવ્યોમાં બધું જ કહી દીધું છે .
    ત્યાર બાદ જેઓએ પણ કહ્યું તે
    વ્યાસ ઉચિષ્ઠ- એંઠજ ગણાય છે!

  2. Shah Pravinchandra Kasturchand said,

    December 31, 2008 @ 9:06 PM

    સાચી વાત છેઃ’व्यासोच्छिष्ठं जगत् सर्वम्।’
    જે કંઈ કહેવાનું છે તે વ્યાસજીએ કહી દીધું છે.
    એમની પછી જે કહેવાય છે,કહેવાઈ રહ્યું છે
    તે સર્વે વ્યાસજી કહી ચૂક્યા છે.

  3. Navaldan Rohadia said,

    January 1, 2009 @ 1:05 AM

    તળપદા શબ્દો નું તમારું ગ્નાન દાદ માગે એવુંછે. સરસ મૂક્તક.

  4. લયસ્તરો » મુક્તક - સૌમ્ય જોશી said,

    January 1, 2009 @ 2:14 AM

    […] ધવલે છાંડી દીધેલી એંઠની વાત કરી જેના અનુસંધાનમાં […]

  5. ડો.મહેશ રાવલ said,

    January 1, 2009 @ 8:14 AM

    પૂ.ઘાયલકાકાની માત્ર આ જ નહીં કોઇપણ ગઝલ,મુક્તક,કે સ્વતંત્ર શૅર લ્યો,નખશીખ ખુમારી અને એવા જ સોંસરા ઉતરી જાય એવા તળપદી શબ્દોનો સુભગ અને સ-રસ સમન્વય જોવા મળે-આજની તારીખે એ બુલંદીને આંબવાની વાત તો બાજુએ રહી,એની આજુ-બાજુ પણ ફરકી શકે એવી શખ્સિયત માત્ર દીવો જ નહીં સર્ચલાઈટ લઈને શોધવા નીકળો તોય મળવી મુશ્કેલ છે – મારૂં અંગત મંતવ્ય એવું છે,જરૂરી નથી કે બધા એમા સહમત હોય !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment