ગઝલ – વિહંગ વ્યાસ
પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં,
પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત.
તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું,
હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત.
રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે;
ગઝલની આવ-જા યુગોથી ચાલતી હશે સ્વગત.
સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !
– વિહંગ વ્યાસ
મત્લાનો શેર વાંચતા જ હરિવંશરાય બચ્ચનની “કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી” કવિતા કે ‘કરતાં જાળ કરોળિયો” યાદ આવી જાય, પણ આ હમરદીફ-હમકાફિયા ગઝલમાં કવિએ એ જ વાત જે રીતે રજૂ કરી છે એ અંદાજે-બયાઁ મેદાન મારી જાય છે. એક તરફ બધા જ શેર ઉમદા થયા છે તો બીજી તરફ “લગાલગા લગાલગા” છંદોવિધાનનો હિલ્લોળા લેતો લય અને ચુસ્ત કાફિયાની બાંધણી ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે.
મયુર કોલડિયા said,
September 22, 2016 @ 2:06 AM
લગાલગા છંદોવિધાન જાળવવું અઘરું કામ છે જે કવિએ ખુબ સારી રીતે નિભાવ્યું છે અને એટલા જ ઉત્તમ શેર પણ આપ્યા…..
ગઝલ ખુબ ગમી..
Neha said,
September 22, 2016 @ 8:31 AM
તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું,
હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત.
Khub gamyo aa sher..
Lg lg lg lg….. kya baat !!
Ketan Yajnik said,
September 22, 2016 @ 10:12 AM
છંદનું ગણિત નાતીઆવડ્તુ એટલી મારી કચાશ દ્વૈત – અદ્વૈત નો તરસ્યો ભાવ ગમ્યો
nehal said,
September 22, 2016 @ 11:05 AM
waah, maza aavi gai!
Bharat Vinzuda said,
September 22, 2016 @ 11:16 PM
આ છંદમાં ગઝલ લખવી સહેલી નથી. આ કવિ સફળ થયા છે. અભિનંદન.
Jigar said,
September 23, 2016 @ 12:39 AM
vaah ustaad vash, trijo sher to jabardast !!
Sudhir Patel said,
September 24, 2016 @ 11:30 PM
ગઝલના અઘરા છંદમાં ગહન વાત કરતી સહજ ગઝલ!