નયન દેસાઈ એસ.એસ.સી. – નયન દેસાઈ
અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.
વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.
રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.
– નયન દેસાઈ (એસ.એસ.સી.!)
માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.
Jina said,
November 19, 2008 @ 1:48 AM
વાહ! કેટલી નવીન – કેટલી સાલસ – કેટલી નિખાલસ અભિવ્યક્તિ….!
કુણાલ said,
November 19, 2008 @ 2:05 AM
પ્રથમ અને ત્રીજો શેર ખાસ ગમ્યો …
સુંદર ગઝલ …
Shah Pravinchandra Kasturchand said,
November 19, 2008 @ 7:40 AM
નયન હોય એ જ પોતાને ઓળખી શકે.
અને નયન કોને નથી હોતા, કહો મને?
ને કેટલા નયનવાળાં ઓળખે પોતાને?
પણ આ છે નયન દેસાઈ એસ.એસ.સી.
વિવેક said,
November 19, 2008 @ 8:35 AM
વરસો પહેલાં નયન દેસાઈના મોઢે આ ગઝલ બેએક વાર સાંભળી હતી. આ એક જ ગઝલ અને એનું મંત્રમુગ્ધ કરી દે એવા પઠને મને આજીવન નયન દેસાઈનો ચાહક બનાવી દીધો…
pragnaju said,
November 19, 2008 @ 11:05 AM
વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.
ખૂ બ સું દ ર
મારી બા, હું, મારી દિકરી યામિની અને તેની પુત્રી અનેરીનાં કાવ્ય ગુરુ નયનને બાળપણથી જાણ્યાં છે..ગુજરાત મિત્રમા અમારા ઠેકાણા વગરના કાવ્યો મઠારતો-પણ તેનું ગુરુતત્વ યામિનીને ફળ્યું.
તે ગુરુપૂર્ણિમાને દિવસે જાતે વંદન કરવા જાય -દૂર હોય તો ફોન કરે!
એકવાર તેમના મુશાયરાના સંચાલન બાદ મેં તેમને આ શેર કહ્યો-
बाजिचा-ए-अत्फाल है दुनिया मेरे आगे
होता है शब-ओ-रोझ तमाशा मेरे आगे… આવું લાગતું હશે!
એમણે કહ્યું – बाजिचा-ए-अत्फाल એ કઈ રમત?…તુરત તેમણે કહ્યું લખોટીની રમત!
તેવા કવિની જ્યારે આંતર દ્રુષ્ટિ ખૂલે ત્યારે આવી નીખાલસતા આવે છે.સોક્રેટીસ કે સંત તુલસીદાસની જેમ પોતાને મૌં સમ કૌન કુટિલ ખલ કામી?’ જાણી -દોષ નીવારણ કરી શક્યા
તેમ આવી નીખાલસતા આત્મ વિકાસનાં ઉચ્ચતમ શીખર પર પહોંચાડશે
.
uravshi parekh said,
November 19, 2008 @ 8:35 PM
શબ્દો ને સરનામે નયન દેસાઈ ને મળવાનુ સારુ લાગે છે
મળ્યો એક રોકડો ડુમો ને પરચુરણ કૈ ડુસકા,
અહી બિજુ શુ પામે,સરસ છે.
Abhijeet pandya said,
November 20, 2008 @ 12:18 AM
‘મળયો ઍક રોકડો રુપીયો’ શેર્માં છંદ તુટે છે. ઉલા મીસ્રામાં સુધારાની જ્રુર છે.
‘લ ગા ગા ગા’ ની પેટર્ન અંતે જળવાતી નથી.
વિવેક said,
November 20, 2008 @ 2:23 AM
મળ્-યો-એક-રો / ક-ડો-ડૂ-મો /ને-પર-ચૂ-રણ/ કં-ઈ-ડૂસ-કાં
લ-ગા-ગા-ગા / લ-ગા-ગા-ગા/ લ-ગા-ગા-ગા/ લ-ગા-ગા-ગા
અનામી said,
November 21, 2008 @ 5:50 AM
નવીનતા ગમી.
mahesh Dalal said,
November 23, 2008 @ 10:54 AM
મિત્ર નયન , ભા વ ની અભી વ્યક્તિ ખરેજ અતિસુન્દર