આવ, સખી, આવ – નિરંજન ભગત
આવ, સખી, આવ,
વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ,
વિરહને તીરે તીરે !
હો વેળુથી વેરાન બેઉ તટે
વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
આષાઢની સઘન ઘટા;
ધૂપ હો વા છાંવ,
સહી જશું નત શિરે;
મિલનની નાવ
વહી જશું ધીરે ધીરે !
– નિરંજન ભગત
સ્નિગ્ધ-સૂર, મોહક ગીત… મનની તૃપ્તિ !
વિવેક said,
August 19, 2008 @ 3:15 AM
ધૂપ હો વા છાંવ,
સહી જશું નત શિરે;
મિલનની નાવ
વહી જશું ધીરે ધીરે !
– સહવાસની શક્તિની સુંદર અભિવ્યક્તિ…
Pinki said,
August 19, 2008 @ 4:57 AM
સંસ્કૃત પરથી અન્ય ભાષાનો ઉદ્.ભવ થયો
પણ ગુજરાતી વધુ સુ’સંસ્કૃત’ અને સમૃદ્ધ
એટલે જ લાગે સંસ્કૃતનાં શબ્દો એમ જ
ઉશન્ સ , સુંદરમ્ ,ઉમાશંકર, રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુક્લ વિ. એ સાહિત્યમાં જાળવ્યાં….
સુંદર ગીત……
pragnaju said,
August 19, 2008 @ 1:16 PM
હો વેળુથી વેરાન બેઉ તટે
વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
આષાઢની સઘન ઘટા;
ભાવ વઆહી અભિવ્યક્તી