દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

ગયા તે ગયા – દિવા ભટ્ટ

ગયા તે ગયા
ઘોડાના ડાબલા પાછા ન ફર્યા.
અહીંથી જે ધૂળ ઊડી હતી
તે પણ આઘી જઈને બેઠી.
હવે સૂરજ લંગડાતો ચાલે છે.
હું રમી તો શકું
પણ સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
જોતરી દે તો ?
તો પછી
ઘોડાના ડાબલાના પાછા ફરવાની વાટ
અહીં કોણ જોશે ?

– દિવા ભટ્ટ

વિતેલા પ્રસંગોની પાછળ ઊડેલી ધૂળ તો સમય જતા શમી જાય છે પણ એની ભૂતાવળ શમાવવી અઘરી છે. કોઈક પ્રસંગો પછી વાટ જોવા સિવાય બીજું કશું કરવાનું ન ગમે એવું આપણે બધાએ અનુભવેલું છે. સૂરજના ઘોડા થવા – એટલે કે ફરી રોજીંદી જીંદગીમાં જોતરાવા – કરતા કવિ ખાલી રાહ જોવાનું વધારે પસંદ કરે છે.

5 Comments »

  1. Harikrishnah said,

    August 6, 2008 @ 4:41 PM

    ખુબ સરસ રચના

  2. pragnaju said,

    August 6, 2008 @ 5:14 PM

    – દિવાનું અછાંદસ ભૂતકાળની યાદોને ઢંઢોળી ગયું
    સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
    અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
    જોતરી દે તો ? વાહ્
    યાદ આવ્યા ગોન વીથ ધ વીન્ડનાં દ્રુષ્યો-સ્કારલેટ્
    Gone with the wind,I wish I were,
    No burdens of life, I wish I had,
    If wishes were horses—-
    I’d float in bliss….
    Oh!gone with the wind,I wish I were!

    Ah ignorance—–isn’t it sweet?
    All life’s pleasures wouldn’t I meet!
    I’d float away over the seas—-
    And little known lands!
    Oh!gone with the wind,I wish I were—–
    I’d float away to the end of my life,
    Only to find– there is no life,
    Nor is there death—–
    It’s all just a blissful dream!
    Oh!gone… with the wind…. I wish…I were!
    “You’ll marry me before I go? This is great!
    I’ll look for your father now! Please wait!”
    Scarlett watched as he went away
    and broke into tears of disappointment and dismay.

  3. વિવેક said,

    August 7, 2008 @ 2:56 AM

    નાનું પણ અદભુત અસર ઉપજાવતું સુંદર કાવ્ય…

  4. Pinki said,

    August 7, 2008 @ 6:06 AM

    અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
    જોતરી દે તો ?

    રોજિંદી જીંદગીમાં કાર્યશીલ ન થઈ
    યાદોને વળગી રહેવાનું બહાનું માર્મિક રીતે ઉપજાવ્યું છે.

  5. Lata Hirani said,

    August 9, 2008 @ 2:15 PM

    good poem

    Lata Hirani

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment