દીકરીનાં તેરમા વર્ષે…! – એષા દાદાવાલા
( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )
*
એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
-એષા દાદાવાલા
એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….
એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…
mahesh Dalal said,
July 5, 2008 @ 1:55 AM
વિચાર તા કરે એવિ કવિતા ..ખુબ સરસ્.
Dr.Mahesh M.Shah said,
July 5, 2008 @ 2:46 AM
અભિનન્દન…એશા..
Pinki said,
July 5, 2008 @ 2:48 AM
વિવેકભાઈએ કહ્યું એમ,
રચના=ઘટના સીધી જ હૃદય સોંસરવી ઉતરી જાય…….
કારણ એની કવિતા એટલે જ
જીંદગીમાં સર્જાયેલ ઘટના અને અકસ્માત….!!
એષા,
વર્તારા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….. !!
pragnaju said,
July 5, 2008 @ 3:30 AM
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
વાહ્
ઘણી ખરી દિકરીની માની આ ઘટના આટલી સચોટ રીતે અભિવ્યક્તી ઓછી જોવા મળે છે
ધન્યવાદ્
gopal h parekh said,
July 5, 2008 @ 7:24 AM
એષાને અભિનઁદન
mehul surti said,
July 5, 2008 @ 8:30 AM
અભિનન્દન
Rahul Shah said,
July 5, 2008 @ 8:40 AM
અભિનન્દન ખુબ સરસ્. સચોટ અભિવ્યક્તી
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
ધન્યવાદ
nilamdoshi said,
July 5, 2008 @ 9:58 AM
ખુબ સરસ…. અભિનન્દન….આ લેખિકાની હું ખાસ ચાહક છું.
Dhaval M Shah said,
July 5, 2008 @ 1:10 PM
તુ એષા દાદાવાળા એટલે જીવનભારતી માં હતી એ જ ને… મજામાં છે ને?
Bhautik said,
July 5, 2008 @ 2:27 PM
એષા ના વાક્યો ની ધાર આજ્ના જમાના ના ની છોકરી ઓ માટે એક શિખવા જેવી બાબત છે.
શુ આજની છોકરી ઓ આ ભાષા સમજી શક્શે?
ઊર્મિ said,
July 5, 2008 @ 6:39 PM
ખૂબ જ હૃદયસ્પર્શી રચના… ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન એષા !
jayesh upadhyaya said,
July 6, 2008 @ 4:06 AM
દીકરી ના બાપ તરીકે માણી બહુજ સચોટ રચના એષા ખુબ ખુબ અભિનંદન
હેમંત પુણેકર said,
July 6, 2008 @ 6:29 AM
સુંદર રચના!
nimisha said,
July 7, 2008 @ 12:19 AM
adbhut rachana. kavita vanchine avu lage jane apna matej lakhi che.
kunal said,
July 7, 2008 @ 2:53 PM
fantastic, mindblowing….amazing thoughts & creativity…!!!!!
himmat kataria said,
July 18, 2008 @ 7:10 AM
adbhut
chetan modi said,
December 16, 2008 @ 4:48 AM
welcome to valsad
Dr firdosh dekhaiya said,
December 16, 2008 @ 9:52 AM
એષાબેનનું આ અછાંદસ એક ઉત્ક્રૂષ્ટ રચના સાબિત થાય છે.
Dr firdosh dekhaiya said,
December 16, 2008 @ 9:56 AM
હીનાબેન
આપનો બ્લોગ જોયો;
ખૂબ સરસ છે.
સમયસર મુલાકાત લેતો રહીશ.
મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો છે.જેનું url આ પ્રમાણે છેઃ
http://www.firdoshdekhaiya.wordpress.com
Dr firdosh dekhaiya said,
December 16, 2008 @ 10:17 AM
તમે હળવેથી એક વાર ઝંકારો તાર અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે!અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
રણનાં પંખીડાં અમે,અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત.
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે!અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું.
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે!અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
-રાહી ઓધારિયા
Mansi Shah said,
December 18, 2008 @ 4:59 AM
હમણાં જ એષાબેનનું એક બીજું અછાંદસ વાંચ્યું. એ પણ આટલું જ હૃદયસ્પર્શી હતું.
ખરેખર. બહુ જ સરસ.
KIRTAN PATEL said,
July 31, 2024 @ 9:44 AM
ખુબ ખુબ સરસ ધન્યવાદ છે તમારી રચના ને