ઊંચકી લીધું અહમનું પિંજરું,
લ્યો, હવે હેઠું જ ક્યાં મુકાય છે?
હરેશ 'તથાગત'

સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયાં હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !

-નિનાદ અધ્યારુ

12 Comments »

  1. pragnaju said,

    June 1, 2008 @ 9:52 AM

    સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
    મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.
    વાહ્
    એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે. …..
    યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
    નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
    મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !
    સરસ
    કરવાને નશો સાથ સાકીનો જરુરી નથી એ દોસ્ત,
    દર્દ દીલમાં લઈને બેસ,પાણી ખુદ શરાબ બની જશે

  2. સુનીલ શાહ said,

    June 1, 2008 @ 10:02 AM

    સુંદર ગઝલ..આ શેર વીશેષ ગમ્યો..

    આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
    બાળકના હાથ એને અડકી ગયાં હશે !

  3. કુણાલ said,

    June 2, 2008 @ 1:54 AM

    સુંદર ગઝલ …

    એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
    મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

    આ શેર ખાસ ગમ્યો ..

  4. nilamdoshi said,

    June 3, 2008 @ 11:13 PM

    આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
    બાળકના હાથ એને અડકી ગયાં હશે !

    ખુબ સુન્દર…

  5. ઊર્મિ said,

    June 6, 2008 @ 8:30 PM

    થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
    મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

    સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
    મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

    એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
    મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

    સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
    એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

    આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
    બાળકના હાથ એને અડકી ગયાં હશે !

    સુંદર ગઝલ…..

    ( અરે?!!!!! આ તો બે જ શેર બાકી રહી ગયા… 🙂 )

  6. kirti ganatra said,

    June 7, 2008 @ 3:25 PM

    Dariyo peeva thi shun vade

    Jyan aashun pee sakay naa,

    Baraf ogado to shun vade

    Jyan Suraj ogadi sakay naa

    ……..Dost bahuj sundar bahuj sundar gazal

  7. Hitesh said,

    June 10, 2008 @ 11:11 PM

    Hi, I liked it so much but unfortunately have to write in english which I hate the most, as even after struggling for long I can’t use the gujarati key board. Anyway just wanted to confirm, is this the same Ninad Adhyaru who used to live in Gandhinagar – Gujarat? If yes, this is his childhood class mate Hitesh Patel. Please post back.

  8. વિવેક said,

    June 10, 2008 @ 11:40 PM

    પ્રિય હિતેશભાઈ,

    આપનો આ પ્રશ્ન નિનાદ અધ્યારુને સત્વરે મોકલી આપીશ… અમને આનંદ થશે જો શાળેયકાળના બે મિત્રોને અમારા કારણે મળવાનું થશે.

  9. ninad adhyaru said,

    August 26, 2008 @ 2:36 AM

    વિવેકભાઈ, હિતેશ સાથે ક્યારે મલાવો ૬ઓ ?
    હિતેશ ને મારુ ઈમૈલ આઈ. આપશો.
    આભાર.

  10. વિવેક said,

    August 26, 2008 @ 6:23 AM

    પ્રિય નિનાદભાઈ,

    પ્ર-દીર્ઘ વિલંબ અને આખી વાત વિસરી જવા બદલ ક્ષમા પ્રાર્થું છું. આપના મિત્ર હિતેશનું ઈ-મેઈલ આઈ.ડી. છે: hitesh.patel@telecom.co.nz

  11. ninad adhyaru said,

    August 27, 2008 @ 3:45 AM

    આભાર વિવેકભાઈ (.,.)

  12. vishal gohel said,

    September 10, 2008 @ 7:17 AM

    good !

    best wishes to ninad adhyaru

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment