હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.
બિનિતા પુરોહિત

ગઝલ – અંકિત ત્રિવેદી

રેતના  ઘરમાં  રહું  છું, રણ નથી
આંસુમાં  દેખાઉં  છું, દર્પણ  નથી.

તું  સમયની જેમ  ભૂંસાતો  ગયો,
મેં તને  ધાર્યો હતો એ જણ નથી.

મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય  જેવું આમ તો કંઈપણ નથી.

આપણામાં  કૈંક  તો  બાકી  બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.

ઊજવી  નાખેલ  અવસરનું  કોઈ
બારણા  પર  શોભતું તોરણ નથી.

-અંકિત ત્રિવેદી

સમય જીવનની નોટબુકમાં પડતો રહેતો એવો અક્ષર છે જે સતત ભૂંસાતો રહે છે અને અવિરત ઘૂંટાતો રહે છે. મનુષ્યજાતનું પણ એવું જ નથી? સામા માણસને ઓળખવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય અને અંતે જાણ થાય, અરે, આ તો મેં ધાર્યો હતો એનાથી સાવ વિપરીત જ નીકળ્યો ! અંકિત ત્રિવેદીની આ ગઝલનો મને ગમતો અન્ય શેર છે સૂર્યને “પોતાના ” પડછાયાનું પ્રતિબિંબ ધારવાની રોચક કલ્પના. અને છેલ્લો શેર એવો બન્યો છે કે જેટલીવાર એને મમળાવો, વધુ ને વધુ મીઠો અને અર્થગહન લાગે.

જે મિત્રો અંકિત ત્રિવેદીના શેરોની રમઝટ માણવાનું અગાઉ ચૂકી ગયા હોય એમને અહીં કડી-૧ અને કડી-૨ પર ક્લિક્ કરવા ગઝલપૂર્વક આમંત્રણ આપું છું.

11 Comments »

  1. Sangita said,

    February 22, 2008 @ 9:22 AM

    વાહ!

  2. pragnaju said,

    February 22, 2008 @ 10:26 AM

    કસાયલી કલમ વડે લખાયલી મઝાની ગઝલ.
    આ શેર ગમ્યાં
    તું સમયની જેમ ભૂંસાતો ગયો,
    મેં તને ધાર્યો હતો એ જણ નથી.
    આપણામાં કૈંક તો બાકી બચ્યું,
    આમ એવું કોઈપણ સગપણ નથી.
    તેના આ શેરો તો વાત વાતમાં બોલીએ…
    તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
    શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
    ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
    રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

  3. સુનીલ શાહ said,

    February 22, 2008 @ 12:28 PM

    સુંદર રચના

  4. ધવલ said,

    February 22, 2008 @ 6:18 PM

    તું સમયની જેમ ભૂંસાતો ગયો,
    મેં તને ધાર્યો હતો એ જણ નથી.

    – સરસ !

  5. DR. CHANDRAVADAN MISTRY said,

    February 23, 2008 @ 8:30 PM

    ANKITBHAI….VERY NICE GAZAL….ENJOYED READING IT…..CONGRATS,,,
    YOU ARE INVITED TO VISIT CANDRAPUKAR AT>>>>>
    http://www.candrapukar.wordpress.com …..

  6. Pinki said,

    February 24, 2008 @ 10:30 AM

    મનોપ્રદેશ પર ‘અંકિત’ થઈ જાય એવી રચના…….!!

  7. Jitu chudasama 'jit' said,

    February 25, 2008 @ 2:46 AM

    પ્રિય અંકિતભાઇ,
    ખરેખર, સમયની સાથે ભૂંસાય એ કવિ નહિ ! તમે તો હર ક્ષણ પર અંકિત થયેલા છો.

  8. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    February 25, 2008 @ 2:04 PM

    કરીઆ કરે તને યાદ વારંવાર મન મારું
    તને ભુલ્યો હોય એવી એક ક્ષણ પણ નથી!!

    વાહ અકિંત વાહ!!

  9. ઊર્મિ said,

    February 26, 2008 @ 10:30 PM

    અંકિતનું નામ ગઝલમાં એવું અંકિત થઈ ગયું છે કે એના પરિચયમાં હવે ‘અંકિત’ નામ સિવાયની બીજી કોઈ ઓળખાણ જરૂરી પણ નથી લાગતી…

    મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
    સૂર્ય જેવું આમ તો કંઈપણ નથી.

    ખૂબ જ મજાનો શેર છે…

  10. shaileshpandya BHINASH said,

    February 27, 2008 @ 5:24 AM

    nice

  11. mittal said,

    March 7, 2008 @ 2:51 PM

    lage rho

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment