ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​
– અનિલ ચાવડા

ગઝલપૂર્વક (કડી:૧) – અંકિત ત્રિવેદી

ગુજરાતી ભાષાના કોઈપણ મોટા કવિસંમેલન કે સુગમ-સંગીતનો કાર્યક્રમ આપે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં – દેશમાં કે વિદેશમાં- માણ્યો હશે તો (નંબર વિનાના) ચશ્મા પહેરેલા, ફ્રેન્ચ-કટ દાઢીવાળા એક લબરમૂછિયા, કુંવારા અને ખાસ તો દેખાવડા છોકરાને મંચની મધ્યમાં પલાંઠી વાળીને બંને હાથ ખોળામાં દબાવીને ચીપીચીપીને ભાર વિનાના પણ અણિશુદ્ધ ગુજરાતીના અસ્ખલિત પૂરમાં તણાતો અને તમને સૌને તાણી જતો જરૂર જોયો હશે. કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ગમે તે હોય, પણ આ છોકરો તમારા હૃદયના વ્યાસની મધ્યસ્થે અચૂક પોતાની હાજરીનો મીઠો ખીલો ભોંકી જવાનો, જેને તમે બીજા વરસોવરસ લગી નહીં જ ઉખાડી શકો. જી હા! અંકિત ત્રિવેદીની જ વાત થઈ રહી છે. અં.ત્રિ.એ ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતી કાવ્યમંચની પરિભાષા સમૂળગી અને એવીપ્રબળતાથી બદલી નાંખી છે કે આજે એ ગુજરાતી મંચનો અનિવાર્ય પર્યાય બની ગયા છે. પણ એ માત્ર મંચનો આદમી નથી, એ સુંદર સંપાદનો પણ કરે છે અને સૌથી વિશેષ પોતાની પોતીકી ઓળખ વિશે પણ સજાગ છે. મંચ અને સંપાદનની બહારની દુનિયામાં પણ એક અં.ત્રિ. છે એવું સાબિત કરવા એ લઈને આવે છે એનો એના જેવો જ કાચોકુંવારો ગઝલસંગ્રહ- ‘ગઝલપૂર્વક’. લગ્ન અને જીવનના બહોળા અનુભવ મેળવ્યા પહેલાંની આ ગઝલો છે, એ ખાસ યાદ રહે. જો આ શાયર મુશાયરાના ઝળાંહળાં અજવાસના અંધારામાં અટવાઈ ન જાય તો એની આવતીકાલ ખૂબ લાં…બી હોવાની… (‘ગઝલપૂર્વક’ની રચનાઓ લયસ્તરો પર મૂકવાની પરવાનગી આપવા બદલ અં.ત્રિ.નો આભાર!)

કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું ? સપનામાં છું.

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે ?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.

ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.

આવ, ને આવીને કંઈ રકઝક ન કર,
સાવ ખાલી આંખને ભરચક ન કર.,

તું વીતે છે એની સૌને છે ખબર,
આમ તું ઘડિયાળમાં ટકટક ન કર.

આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.

ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.

હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

તું સમયની જેમ ભૂંસાતો રહ્યો,
મેં તને ધાર્યો હતો એ જણ નથી.

પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.

તું સફળતાને પચાવી રાખજે,
ચઢ-ઉતર કરતો નહીં દાદર ગણી.

26 Comments »

  1. કસુંબલ રંગનો વૈભવ said,

    March 31, 2007 @ 3:29 AM

    અિકત ભાઈ ……….લાજવાબ……………..છે…….જ.

  2. હેમંત પુણેકર said,

    March 31, 2007 @ 3:59 AM

    અંકિતભાઈના શેર વાંચવાની ખરેખર મજા આવી. વિવેકભાઈ, ગઝલપૂર્વક ક્યાંથી ખરીદી શકાય?

  3. viren patel said,

    March 31, 2007 @ 4:41 AM

    please send me these types of gujarati poems and sayaries regularly.

  4. manish said,

    March 31, 2007 @ 4:43 AM

    કક્ક્ક્ક્ક્ક્ક્ક્યા ખૂબ !

  5. Neela Kadakia said,

    March 31, 2007 @ 7:04 AM

    પાનું કોરું જોઈને કોઈ કબીર,
    અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.

    સુંદર શબ્દો

    નીલા

    મેઘધનુષ

    http://shivshiva.wordpress.com/

  6. Jayshree said,

    March 31, 2007 @ 10:42 AM

    મારા all time favourite શેરમાં આ શેર અચુક આવે.

    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

    સુંદર સંકલન, વિવેકભાઇ…. ભાગ – ૨ ક્યારે આપો છો ?

  7. ATUL RAO said,

    March 31, 2007 @ 10:47 AM

    flowing like river
    with ocanic sound

  8. UrmiSaagar said,

    March 31, 2007 @ 11:25 AM

    આપણે પોતાને સમજાયા નથી,
    જોઈએ એવા વલોવાયા નથી.

    એકદમ હાચ્ચુ…!!!

    સુંદર મજાનું સંકલન… મજા આવી ગઇ…

  9. chetu said,

    March 31, 2007 @ 1:45 PM

    હું દીવાનું શાંત અજવાળું હતો,
    તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.

    એકદમ્ સુંદર ..!

  10. JIGNESH said,

    March 31, 2007 @ 7:04 PM

    AAPDE HAJI POTANE NE SAMJAY NATHI . JOIAE AEVA VALOYA NATHI. PANKTI NA RACHIT KON CHE MARE AAKKHI RACHAN JOY CHE KOI MANE KAHO MAHERBANI KARI MADAD KARO ……….

  11. સુરેશ જાની said,

    March 31, 2007 @ 11:11 PM

    સાચે જ અઁકિતભાઇને મ્ંચ પરથી સાંભળવા તે એક લ્હાવો છે.

  12. Hiral Thaker - 'Vasantiful' said,

    April 1, 2007 @ 4:08 AM

    Realy very nice………..

    I also read book ‘Masum Hava Na Misra’….Also the article which was published in Gujarat Samachar with the same name……

    Keep writting…

  13. Jina said,

    April 2, 2007 @ 9:23 AM

    અંકિતનો તો હું બઊ મોટો પંખો છુ… પંખો નહિ, ઍ.સી છું… હા હા હા ;-)… just kidding… but i love his style of writing… Thanks for making us read this!!!

  14. mansi shah said,

    April 3, 2007 @ 3:23 AM

    કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
    આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.

    ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
    પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

    beautiful…

  15. hetal said,

    April 9, 2007 @ 8:03 AM

    it is really nice…
    keep it up

  16. Sneh said,

    April 16, 2007 @ 1:25 AM

    ગમ્મે તેવું મોટું હો પણ,
    નામ વગરની હોય નનામી.
    સખ્ખત્!

    હું દીવાનું શાંત અજવાળું હતો,
    તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.

    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

    જબર્દસ્ત્!

  17. hiren gadhvi said,

    July 4, 2007 @ 4:00 AM

    i onlysay tht…amaging…pls send me some beautiful poem writen by u….
    my email id is feel_b4_18@yahoo.com..

  18. Viral said,

    July 28, 2007 @ 4:33 AM

    બવુ જે સ્રાસ્ ….

    મસ્ત મજાનુ સ્કલન, મજા અવિ ગયિ

    send me more on viral_khamar4u@yahoo.co.in

    આવ, ને આવીને કંઈ રકઝક ન કર,
    સાવ ખાલી આંખને ભરચક ન કર.,

    તું વીતે છે એની સૌને છે ખબર,
    આમ તું ઘડિયાળમાં ટકટક ન કર.

    આપણે પોતાને સમજાયા નથી,
    જોઈએ એવા વલોવાયા નથી.

  19. indravadan vyas said,

    December 9, 2007 @ 7:59 AM

    after reading this poetry who can dare to say that gujarati means ‘shun sha paisa char”?
    aafrin! ! ! salam saheb salam…

  20. ભાવના શુક્લ said,

    December 10, 2007 @ 4:20 PM

    હું દીવાનું શાંત અજવાળું હતો,
    તેં પવન ફૂંકીને અજમાવ્યો મને
    ………………………………..
    આફરીન્!!!!!!!!!!!!!

  21. DR.GURUDATT THAKKAR said,

    January 1, 2008 @ 4:28 PM

    અન્કિત તમે તો કરી ગયા અન્કિત પન્ક્તિઓ મનદ્વાર પર ..
    છોડતા ના કાવ્ય નૌકા શબ્દની મઝધાર પર..

    carry on writing dear..u r simply wonderful..

  22. ankur said,

    March 8, 2008 @ 12:59 AM

    ગુજરતિ ભશા મા ઘઝલ લખવા માતે ના નિયમો મને જનાવો…પ્લિઝ્

  23. chetan framewala said,

    May 18, 2008 @ 1:00 PM

    ‘ગઝલ પુર્વક’ , ફક્ત ૧૩ મહિનામાં પ્રથમ આવૃતી વેંચાઈ ગઈ અને સૌ ગઝલ પ્રેમીઓ માં વહેંચાઈ ગઈ.
    ગઈકાલે એટલે ૧૭ મી મે ૨૦૦૮ ના, શ્રી ર.પા. ની બીજી પુણ્યતીથી એ , અંકિત ત્રિવેદી ના ગઝલ પુર્વક ની બીજી આવૃતી નું લોકર્પણ જનાબ આદિલ મન્સૂરી ના હસ્તે થયુંઆ સમારોહમાં સર્વે શ્રી સુરેશ દલાલ, પ્રસિદ્ધ ગીતકાર સમીર , અને ગુજરતી ગઝલકા મેહુલ , ખલીલ ધનતેજવી,આદિલભાઈ, રાજેશ મીસ્કિન, હર્ષભાઈ ભટ્ટ, રઈસ મણિયાર, ઊડ્યન ઠક્કર, હેમેન શાહ, સૌમ્ય જોશી , મુકેશ જોશી અને હિતેન આનંદપરા ઊપરાંત શ્રી બેફામ સાહેબ ( સ્વર – ઉત્કર્ષ મઝુમદાર) અને નિનુ મઝુમદાર ( સ્વર મીનળબેન પટેલ) ને માણવા મળ્યા. ભલે અંકિત ત્રિવેદી એ પોતાની ગઝલ રજુ ના કરી પણ એમની ગઝલ ને જનાબ આદિલ મન્સૂરી મના સ્વર મળ્યા એ અંકિત ત્રિવેદી માટે એક પુરષ્કાર છે.
    આ પ્રસંગે હાજર રહી શ્રણ ને માળવા મળ્યું એ અનુભવ અદભુત છે.
    મુંબઈ જેવા જડ નગરમાં ગઝલ સંવેદન પુર્વક મ્હોરી અને ૧૧૦૦ રસિકો થી ભાઈદાસ સભાગૃહ હકડેઠઠ ભરાઈ ગયું એ અંકિત ત્રિવેદી ના ગઝલ પુર્વક ને હ્રદય પુર્વક સલામ છે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  24. Gaurang Thaker said,

    May 20, 2008 @ 11:32 AM

    waah Vivekbhai ne Ankit ne abhinandan….

  25. RAMESH K. MEHTA said,

    February 21, 2009 @ 4:12 AM

    સાહિત્ય જગતમાં જડ્બેસલાક પગલા એટ્લે Ankit trivedi

  26. Angel Dholakia said,

    May 17, 2009 @ 5:38 AM

    યાર,બસ કરો બધા અંકિતભઇ ના anchoring ના વખાણ કરવા નું,મને દરેક વખતે એમ feel થાય છે કે હું જ રહિ ગઇ.
    he is really very nice.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment