ખળભળ ! – નીતિન વડગામા
અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !
ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.
ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.
કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !
ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !
ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.
કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?
– નીતિન વડગામા
વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…
Rina said,
September 27, 2013 @ 1:00 AM
કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?
Waaahhh
jahnvi antani said,
September 27, 2013 @ 6:36 AM
અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !
ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.
ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.
dilip joshi said,
September 27, 2013 @ 10:55 AM
સરસ /કાવ્ય , વર્સાદેી વાતાવરન અને આ ગેીત. બન્ને સાથે જ આવ્યા.માજા આવેી.
દિલેીપ જોશેી.
Shah Pravinchandra Kasturchand said,
September 27, 2013 @ 1:43 PM
કવિ તો વાપરે શબ્દો સૌ ભારેખમ;
તમે તો મૂકી નદી વહેતી ખળખળ.
Harshad Mistry said,
September 27, 2013 @ 6:55 PM
Realy beautiful creation. Like very much. Sunder……!
naresh solanki said,
September 28, 2013 @ 12:28 PM
ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !
ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.
કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?
વાહ ખુબ સુન્દર
preetam Lakhlani said,
September 28, 2013 @ 5:23 PM
ક્યા બાત હૈ નીતિનભાઈ….
Laxmikant Thakkar said,
September 29, 2013 @ 2:09 AM
“કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?”
કહે છે લાગણી લખાય નહીં ….પણ,
એહ્સાસની …ભીતરની રણઝણ ,આંખોની અને સ્પર્શ્ ની ભાશા અનોખી હોય !
“લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે
ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ,”
-લા’કાંત / ૨૯-૯-૧૩
jashupuri goswami said,
October 2, 2013 @ 10:00 AM
વરસાદી ભીનાસનું ગીત જાણે ભીતરના તારને ભીંજવી જતા લાગે-ગુરુજીને સત્ સત્ પ્રણામ ૧/૧૦/૧૩