બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!
– જિગર ફરાદીવાલા

ગઝલ – ‘રાઝ’ નવસારવી

શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.

નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.

અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.

એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.

બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.

સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.

– ‘રાઝ’ નવસારવી

‘જીવન ચલને કા નામ’ની ફિલસૂફી લઈને આવતી ચાલવા વિશેની આ મજાની ગઝલ વાંચતા જ રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવી ગયા : “In three words I can sum up everything I’ve learned about life: IT GOES ON.

8 Comments »

  1. NARENDRASINH said,

    July 11, 2013 @ 3:27 AM

    બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
    સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.
    સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
    ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.
    અતિ સુન્દર રચના

  2. Maheshchandra Naik said,

    July 11, 2013 @ 2:11 PM

    સરસ ગઝલ , બધા જ શેર મનભાવન બની રહે છે………………………….

  3. Darshana bhatt said,

    July 11, 2013 @ 7:12 PM

    લક્ષ્યને પામવા માર્ગમાં આવતા દુખો, વિઘ્નોને પણ સુખ ગણીને ચાલવું…. બસ , આ ખુમારી જ
    જીવન ને લક્ષ્ય આપી શકે. સરસ રચના .

  4. Rina said,

    July 11, 2013 @ 11:04 PM

    Waaaah

  5. Pravin Shah said,

    July 11, 2013 @ 11:18 PM

    આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા….વાહ !

  6. P. P. M A N K A D said,

    July 12, 2013 @ 12:40 AM

    Very very good and worth remembering ghazal, indeed. Congrats for sharing such a mind blowing ghazal.

  7. pragnaju said,

    July 13, 2013 @ 7:31 PM

    ગઝલ સરસ

    મત્લા વધુ મઝાનો

  8. ravindra Sankalia said,

    July 19, 2013 @ 8:30 AM

    આ ગીત વાચઈને વિવેકાનન્દનો પડકાર યાદ આવે”ઉત્તિષ્ટ્ત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો જાગો અને લક્શ્ય પાર પાડીને જ જમ્પો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment