બધીયે અટકળોનો – હિતેન આનંદપરા
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
– હિતેન આનંદપરા
અંગત રીતે મને પહેલા પાંચ શેરની સરખામણીએ અંતિમ શેર કમજોર લાગ્યો….
pragnaju said,
May 12, 2013 @ 9:55 AM
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
ખૂબ સુંદર
યાદ આવ્યું
બંધ પરબીડિયા માં મરણ મળે તમને
બચી સકાય તો બચવાની પદ મળે તમને
ખજુર જેવો છાયો મને એ સીકા ની બીજી બાજુ છે કે
રણ મળે તમને
તમારા કંઠ માં પહેલા તો એક છિદ્ર
પછી તરસ અને પછી હરણ મળે તમને
ટપાલ જેમ ગેર ગેર પહોચો તમે
સમગ્ર સહેર ના લોકો અભણ મળે તમને..
ત્યારે હિતેનને
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
sudhir patel said,
May 12, 2013 @ 11:40 AM
ખૂબ જ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Maheshchandra Naik said,
May 13, 2013 @ 12:19 AM
સરસ ગઝલ્……………………
વિવેક said,
May 14, 2013 @ 3:09 AM
પહેલો શેર વાંચતાવેંત જ ર.પા. યાદ આવી ગયા… મજાની ગઝલ…
La'Kant said,
May 22, 2013 @ 5:15 AM
“રણ’ … (ભલે સુક્કું…ત્રાસદાયક…આકરું લાગે….શબ્દ સાંભળી..વાંચીને….) ‘વસંત ‘બધી અટકળોનું મારણ ? દુશ્ચિન્તાઓનું કારણ ? ઘણી બધી ઝંખનાઓ…(અને પાછી ‘અતૃપ્ત” !) આવા વિરોધાભાસોમાં જ જીવનનું મૂળ……છે ને ? , પ્રગ્નાજુની કોમેન્ટ્સ માં …મરણ , તરસ, હરણ, મળે તે લોકો ય ‘અભણ ‘…
અને છેલ્લા શેરમાં છે તે. કવિશ્રીને ઝંખના છે….”વસંત “સાથે જોડાય્ર્લા કોયલના ટહુકાની…જે શહેરી જીવાનના ઘોન્ઘાટો….ને સર કરી એક આશાયેશ ના ભાવ આપી જાય કંઈક “શાંતિનો અનુભવ કરાવે…
એક તસલ્લી આપે ઝેહનને…
હિતેન , શોભિત,મુકેશ જેવા અન્ય સારા કવિઓ ણી જેમ….”સુ..દ.”ના હાથો અને અમી નઝર તળે ઉગ્યો,ઉછર્યો ,પોષાયો છે…… “કાવ્યત્વ” વિષે શું કહેવું?
હું પણ પ્રગ્નાજુના સૂરમાં સૂર મેળવું છું…ઃ-
…….
“ત્યારે હિતેનને
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!”
લા’ / ૨૨-૫-૧૩