શકુંતલાની આંગળી – અનિલ જોશી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
. કાંઇ એવું તો વન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
– અનિલ જોશી
pragnaju said,
April 14, 2013 @ 10:24 AM
ફરી ફરી માણવાની મઝા જ મઝા
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
વાહ
ગુજે ગૌરાંગભાઇનું સ્વરાંકન
અને
અલ્કા યાજ્ઞિક સ્વર
નથી ભૂલાતો ધોધમાર વરસે ગુલમ્હોર,
Maheshchandra Naik said,
April 14, 2013 @ 12:49 PM
કવિશ્રી અનિલ જોશીની અવર્ણનીય આનદ આપતી રચના, ઉપર કહ્યા મુજબ શ્રીમતી પ્રગ્નાજુના કહેવા મુજબ સગીતમય રચના જેણૅ સાંભળી હોય એને વિશેષ આનદ આપી જાય એ સ્વભાવિક છે,,,,,,,,,,,,,,,,,,,,,,