નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

4 Comments »

  1. Rina said,

    January 7, 2013 @ 12:34 AM

    awesome…..

  2. Maheshchandra Naik said,

    January 7, 2013 @ 2:05 PM

    સરસ રચના, કવિશ્રીએ પ્રેમના પ્રથમ સ્તરની વાત કરી છે……………………

  3. pragnaju said,

    January 7, 2013 @ 2:43 PM

    સરસ અછાંદસ
    કેન્ડલલાઈટમાં ડીનર
    અને ફક્કડ શરાબથી
    કામ ચાલે છે
    દરેક વસ્તુ પર પ્રેમ છવાયેલો છે અને પ્રેમાળ મિત્રો અને કુટુંબ, પતિઓ અને પત્નીઓ, બધું પ્રેમ માટે જ છે. અને છેલ્લે દિવ્ય પ્રેમ તરફ જાય છે, જે જીવનનો અંતિમ હેતુ છે.
    યાદ

    આદમના બાળકો એક જ શરીરના અંગો છે
    એક જ અંશમાંથી પેદા થયા છે.
    જ્યારે સમયની આફત એક અંગને અસર કરે
    બીજા અંગો ચેનથી બેસી ના શકે
    જો તમને બીજાની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ ના હોય, તો
    તમે “માણસ” કહેવડાવવાને લાયક નથી.
    અને હાફિઝસાહેબ આ રીતે કહે છે
    આટલા બધા સમય પછી પણ
    સૂર્ય ક્યારેય પૃથ્વીને કહેતો નથી,

    “તું મારી ઋણી છું.”

    જુઓ આવા પ્રેમ સાથે શું ઘટે છે!
    —તે આખા આકાશને અજવાળે છે.

  4. વિવેક said,

    January 8, 2013 @ 2:14 AM

    સુંદર રચના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment