મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

દરિયો -અમૃત ‘ઘાયલ’

કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.

દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.

કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી !
કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો !

જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !

ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.

બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

ગમે ત્યારે જુઓ ‘ઘાયલ’ ધૂઘવતો હોય છે આમ જ,
દિવસના શું? ઘડી રાતેય ના ઘોંટાય છે દરિયો !

– અમૃત ‘ઘાયલ’

દરિયાની ‘દરિયા-ગીરી’ની પોલ ખોલતી ગઝલ 🙂

7 Comments »

  1. વિવેક said,

    February 16, 2012 @ 2:25 AM

    સરસ !

  2. pragnaju said,

    February 16, 2012 @ 4:51 AM

    કસાયલી ગઝલની મસ્ત પંક્તીઓ
    બડો ચબરાક છે, સંગ એમનો કરવો નથી સારો,
    નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો!

    વાહ્
    યાદ અજ્ઞાતની પંક્તીઓ
    અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
    જોયો સાવ એકલો દરિયો…

    ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
    નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો…

    સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
    લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ…
    ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ…
    મન ની આ પાર ને પેલે પાર..!

    માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
    ને શબ્દ મારો બને પારસમણિ…

    પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી…
    આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ…

    રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી…
    તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી…

  3. Monal said,

    February 16, 2012 @ 10:20 AM

    ગમી જાય એવી ગઝલ !

  4. sweety said,

    February 18, 2012 @ 1:24 AM

    કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
    લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

    દરિયા નેી જેમ આપણુ જિવન , જેમ્ લથડિય ખાય છે

  5. mita parekh said,

    February 21, 2012 @ 6:04 AM

    બહુ જ સ્રરસ્. દરેક લાઇન માથી દરિયો છ્લકાતો મહૈસસૂ થાય

  6. મદહોશ said,

    March 22, 2012 @ 10:46 AM

    દરિયા ને કીકી ની ઉપમા… વાહ.

  7. siddharth j Tripathi said,

    February 25, 2013 @ 10:53 AM

    Jivan sachu puchho to emnu kiki na na jevu chhe,

    Kadi felay chhe kyarek sankochay chhe Dariyo !

    Vishall Dariyanu felavu ane Sankochavu Kiki ni jem

    Wah aavi sarkhamni to Siddha Kavij kari shake.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment