હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.
હેમંત પૂણેકર

ચાનક રાખું ને – જયન્ત પાઠક

ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !

ચાખી ચાખીને મેં તો ભોજનીયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
. દૂધનો દાઝેલ, છાસ ફૂંકુ !

અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
. લીલાને સળગાવે સુકું !

છોડું છેડો તો એક, દુજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
. પડઘા લાંબા ને વેણ ટુકું !

– જયન્ત પાઠક

ગમે તેટલી કાળજી રાખવા છતાં પોતાની અંદરની મર્યાદાને કવિ ઓળંગી શકતા નથી.

8 Comments »

  1. praheladprajapatidbhai said,

    October 20, 2011 @ 4:39 AM

    છોડું છેડો તો એક, દુજો વીંટાતો
    આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
    . પડઘા લાંબા ને વેણ ટુકું !
    ફિને

  2. વિવેક said,

    October 20, 2011 @ 8:54 AM

    સુંદર જીવનદર્શી કાવ્ય…

  3. Maheshchandra Naik said,

    October 20, 2011 @ 9:23 AM

    પડઘા લાંબા ને વેણ ટુકું!!
    આ જ શબ્દો કાફી છે કવિશ્રીને અંજલી આપવા માટે……
    કવિશ્રી જયંત પાઠકને સલામ…………

  4. pragnaju said,

    October 20, 2011 @ 12:09 PM

    મધુરા ગીતની આ પંક્તિ વધુ સુંદર
    છોડું છેડો તો એક, દુજો વીંટાતો
    આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
    . પડઘા લાંબા ને વેણ ટુકું !

  5. Dhruti Modi said,

    October 20, 2011 @ 3:46 PM

    સુંદર ગીત.

  6. Sudhir Patel said,

    October 20, 2011 @ 9:50 PM

    વિવિધ છંદ-પાઠ અહીં તાજા કરાવવા બદલ ખાસ આભાર, પ્રવિણભાઈ!
    સુધીર પટેલ.

  7. P Shah said,

    October 22, 2011 @ 12:05 AM

    સુંદર !

  8. Milind Gadhavi said,

    November 10, 2011 @ 10:13 AM

    ખૂબ ગમ્યું..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment