ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
– જવાહર બક્ષી

ગઝલ – મનોજ ખંડેરિયા

ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.

– મનોજ ખંડેરિયા

ત્રણ જ શેરની આ ગઝલ વરસાદના નાના પણ જોરદાર ઝાપટા જેવી છે. ભીંજાયે જ છુટકો !

5 Comments »

  1. Jina said,

    April 3, 2007 @ 5:26 AM

    ભીંજાઈ ગયા ધવલ!! આજે મનોજભાઈનો દિવસ છે કે શું? જયશ્રીબેને પણ ખૂબ સુંદર રચના મૂકી છે!!

  2. Jayshree said,

    April 3, 2007 @ 11:26 AM

    ખરેખર ધવલભાઇ… ત્રણ જ શેર છે તો પણ નક્કી નથી કરી શકાતું કે કયો વધારે ગમ્યો.

  3. વિવેક said,

    April 4, 2007 @ 5:38 AM

    સુંદર ગઝલ…

  4. Krutarth said,

    April 11, 2007 @ 8:56 PM

    ખુબજ સરસ……

  5. MK said,

    April 13, 2007 @ 5:57 AM

    શેખ આદમ આબુવાલા ની રચના છે કોઇ……?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment