દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

હાઈકુ – સ્નેહરશ્મિ

   ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
   ભીના ઘાસમાં.

   વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
   પંખી કૂજતાં.

   હિમશિખરે
ગયો હંસલો વેરી
   પીંછાં રંગીન.

   દેવદર્શને
ગયો મંદિરે : જુએ
   વેણીનાં ફૂલ !

– સ્નેહરશ્મિ

17 અક્ષરની નાનીશી રત્નકણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી. દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.

7 Comments »

  1. પ્રત્યાયન said,

    August 24, 2005 @ 11:04 AM

    સરળ લાગતો જોખમી કાવ્ય પ્રકાર.

    વર્ષો પહેલાં જયારે હાઇકું વિષે પ્રથમ વાર જાણ્યું ત્યારે….મારાં ભાઇ કાર્તિકે લખેલું હાઇકું યાદ આવે છે. સંદર્ભ છે અમારાં આંગણાંની બદામ.

    બદામ પર્ણ
    ખરે રોજ સવારે
    ચૂમવા માટી.

  2. Murtaza Ali said,

    February 18, 2006 @ 12:34 PM

    I also heared one more hiku long ago..

    Says:

    AAJEY GAADU KHETARMA NE,
    KAALEY KHETARMA GAADU.

  3. Suresh said,

    April 27, 2006 @ 12:43 PM

    ભાઇ મુર્તઝા , ખેતરમાં ગાડું અને ગાડામાં ખેતર – આ બે વચ્ચે શો ફરક છે તે ન સમજાયું.

  4. ધવલ said,

    April 27, 2006 @ 1:53 PM

    ખેતરનો ઊભો મોલ કાપીને ગાડામાં ભરીને લઈ જાવાય તે જોઈ ને જાણે આખું ખેતર ગાડે ચડ્યું છે એવી કલ્પના કરી છે.

  5. chetan framewala said,

    July 5, 2006 @ 6:38 AM

    વરસો પહેલા લખેલ થોદા હાઈકુ યાદ આવ્યા લગભગ ૧૯૮૪ માં લખ્યા હશે
    ઘડિયાલ આ
    કાં થયો જીંદ્ગાની
    તારી ને મારી

    ફૂલ – પાંખડી
    રંગ – રંગી, ને ભ્રમે
    કાળો ભર્મર !

    સટ્ટાખોરોની,
    હરીફાઈ જામી છે
    પ્રભુ ભક્તિ માં

    જય ગુર્જરી
    ચેતન ફ્રેમવાલા

  6. chetan framewala said,

    July 5, 2006 @ 7:07 AM

    સ્નેહ રશ્મિ ના થોડા હાઈકુ,

    પીઠ ફેરવી
    પળે દિવસ ઃ પલકે
    તારા ની આંખ

    દીવાદાંડી નો
    ફરે પ્ર્કશ ઃપંખી
    છૂપ્યાં માળા માં

    ઘડિયાલ ના
    થીજ્યા છે કાંટાઃ જૂએ
    ઊગતો સૂર્ય

    ગયા તે ગયા
    વળ ન પાછાઃ તો ય
    જતાં ની ભીડ

    તથાગતની
    મૈત્રીમુદ્રા, અણુનો
    અધીર પંજો

    જય ગુર્જરી
    ચેતન ફ્રેમવાલા

  7. rakesh kakkad said,

    March 27, 2009 @ 5:33 AM

    એક સરસ્ લાગનિ નિ ર્ર્જુઆત્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment