રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે

જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે

હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે

પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે

વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે

ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે

– ગૌરાંગ ઠાકર

પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !

23 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    September 4, 2010 @ 1:46 AM

    કોઇ હૈયામાં ગયાની શક્યતાથી શરૂ થયેલ જીવન-ગઝલ-યાત્રા છે..ક, જીવને ઘેર જવું લાગે છે જેવી અંતિમ ચરણસુધીની વાત, પૂર્ણ નજાકત અને માવજત પૂર્વક ખોળિયાની હલચલ દર્શાવી ગઈ…..
    સુંદર ભાવ અને એવી જ અભિવ્યક્તિ…
    અભિનંદન ગૌરાંગભાઈ…

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    September 4, 2010 @ 3:25 AM

    વાહ !
    હાથમાં હાથ મિલાવી રાખો
    આ જગત હાથવગું લાગે છે

  3. વિહંગ વ્યાસ said,

    September 4, 2010 @ 5:10 AM

    વાહ…..વાહ….

  4. સુનીલ શાહ said,

    September 4, 2010 @ 5:27 AM

    સુંદર અભિવ્યક્તિ.

  5. mahesh dalal said,

    September 4, 2010 @ 5:56 AM

    સુન્દેર વાહ . ગમ્યુ

  6. pragnaju said,

    September 4, 2010 @ 7:01 AM

    સ રસ ભાવવાહી ગઝલ
    હાથમાં હાથ મિલાવી રાખો
    આ જગત હાથવગું લાગે છે
    વાહ
    ગગનચુંબી ડુંગરાઓના પરંપરા અને નાંખી નજર ન પહોંચે તેવાં લાંબાલાંબા મેદાનો, એકબીજાં સાથે હાથમાં હાથ મિલાવી આજે સૈકાઓ થયાં ઘાટી મૈત્રી સાધી રહ્યાં છે તેવી રીતે તમે પ્રેમનાં પવિત્ર પુષ્પો છો, ને તેથી જ બંને એકઠાં મળી, હાથમાં હાથ મિલાવી, આજે જીવનમાં સુખ પામો છો.

  7. Sandhya Bhatt said,

    September 4, 2010 @ 8:26 AM

    સાદા શબ્દોમાં ઊંડી વાત…વાહ ગૌરાંગભાઈ.

  8. Gunvant Thakkar said,

    September 4, 2010 @ 9:17 AM

    પ્યાસ અમથી નથી બુઝી મિત્રો, લોહીનુ પાણી થયુ લાગે છે. વાહ….સરળ, સચોટ, અને હદય સોંસરવી અભિવ્યક્તિ.

  9. kanchankumari. p.parmar said,

    September 4, 2010 @ 9:24 AM

    આસ પાસ મા કોઇ નથિ તોય હૈયે ઝાંઝરિ ઝિણી ઝિણી વાગે છે…..મળી નથિ આંખ તોયે ધિમિ ધિમિ ઝુ કે છે….

  10. jigar joshi 'prem' said,

    September 4, 2010 @ 10:09 AM

    વાહ ! આજે જ હજુ ગૌરાંગભાઇના પુસ્તકનું અવલોકન લખ્યું અને આજે જ એમની કલમને ફરી મળવાનું થયું. એક સુખદ અનુબંધ રચાયો…રચના બહુ જ ગમી…અભિનંદન

  11. dhrutimodi said,

    September 4, 2010 @ 1:40 PM

    સુંદર ગઝલ.

    ખોળિયામાં આ નવી હલચલ છે,
    જીવને ઘેર જવું લાગે છે.

  12. કવિતા મૌર્ય said,

    September 4, 2010 @ 2:02 PM

    સુંદર ગઝલ !!!

  13. Pancham Shukla said,

    September 4, 2010 @ 4:43 PM

    મત્લાના રોમેન્ટિસિઝમથી મક્તાના મિસ્ટિસિઝમની વચ્ચે જોય(આનંદ), સપોર્ટ(સથવારો), કોલાબરેશન(સહકાર), ટોઈલ (તનતોડ શ્રમ), અને સેલ્ફ કન્ફ્રન્ટેશન (અસ્તિત્વ વૈતથ્ય)ના વિભાવો જુદા જુદા પ્રતીકોથી/સંકેતોથી સરળ શબ્દોમાં પરોવાઈ એક વિશિષ્ટ પરસેપ્શનની ગઝલ રચે છે. આ આખી ગઝલ, એના રદીફ ‘લાગે છે’ (છે નહી)ની વર્ચ્યુઅલ રિયાલિટીના પૂંજ પર પ્રકાશિત થઈ છે.

  14. DEEPAK TRIVEDI said,

    September 5, 2010 @ 3:55 AM

    પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
    લોહીનું પાણી થયું લાગે છે

    LIKE VERY MUCH ….

  15. Jay Naik said,

    September 5, 2010 @ 7:55 AM

    વાહ ભાઈ વાહ ખુબજ સરસ.

  16. Bharat Trivedi said,

    September 5, 2010 @ 7:17 PM

    આ બધું કેમ નવું લાગે છે
    કોઈ હૈયામાં ગયું લાગે છે

    જે ગઝલનો ઉઘાડ જ આવો જોરદાર હોય ઉસકા તો ક્યા કહના ! આવી ગઝલ લખવી તો એક તરફ – આવું વાંચવા મળે છે તેય અમારા જેવાનું ધનભાગ્ય છે.

    -ભરત ત્રિવેદી

  17. કિરણસિંહ ચૌહાણ said,

    September 5, 2010 @ 9:04 PM

    ખૂબ જ સુંદર ગઝલ. મત્લા તો અત્યંત રૂપાળો.

  18. jatin sanghani said,

    September 6, 2010 @ 4:13 AM

    પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
    લોહીનું પાણી થયું લાગે છે

    વાહ ભાઈ વાહ ખુબ જ સરસ.

  19. Gaurang Thaker said,

    September 6, 2010 @ 8:38 AM

    ગઝલના તમામ સુજ્ઞ ભાવકોનો આભારી છુ ને વિવેકભાઈનો વિશેષ આભાર્…..

  20. sudhir patel said,

    September 6, 2010 @ 9:45 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  21. ABHISHEK DESAI said,

    September 6, 2010 @ 11:07 PM

    RESPECTED GAURANG UNCLE,

    A VERY NICE GAZAL. I AM REALLY A FAN OF YOUR GAZALS.

  22. Kirtikant Purohit said,

    September 7, 2010 @ 11:39 AM

    હાથમાં હાથ મિલાવી રાખો
    આ જગત હાથવગું લાગે છે

    સુઁદર ગઝલ.

  23. Pinki said,

    September 11, 2010 @ 7:25 AM

    પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
    લોહીનું પાણી થયું લાગે છે

    બહુત ખૂબ, ગૌરાંગભાઈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment