નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

પુણ્યશાળીને – શેખાદમ આબુવાલા

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ

– શેખાદમ આબુવાલા

8 Comments »

  1. bharat vinzuda said,

    August 30, 2010 @ 10:36 PM

    Sav tunki baher ma lambi vat.
    Bahu saras !

  2. Deval said,

    August 30, 2010 @ 11:33 PM

    savar savar ma aa sher vanchi savar sudhari gayi….office hours sharu karvanu aana thi vadhare saro rasto koi na hoy…thanx layastaro…thanx Dhaval ji……

  3. વિવેક said,

    August 31, 2010 @ 12:36 AM

    વાહ!! મજાનું મોતી!!!

  4. "માનવ" said,

    August 31, 2010 @ 2:12 AM

    પાપ તું કરતો નથી
    શા થશે ગંગાના હાલ

    સરસ

  5. pragnaju said,

    August 31, 2010 @ 7:40 AM

    મઝાનું મુક્તક
    ‘ગંગા પાપં શશી તાપં…’પરંપરાગત માન્યતા છે. આ અંગે શ્રી રામકૃષ્ણ પરમહંસદેવને એક વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ‘ગંગાસ્નાનથી પાપ તો ધોવાઈ જાય છે, પરંતુ તમે જેવા બહાર નીકળો એવા તે પાછા તમને ચોંટી જાય છે.’ ‘‘તો પછી હવે શું કરવું ?’ તેમના ભક્તો જાણે એક જ સ્વરે તેમને પૂછી રહ્યા. શ્રી રામકૃષ્ણદેવે હસતાં હસતાં તેમને કહ્યું કે, ‘ જીવનમાં ફરીથી ક્યારેય પાપ નહીં કરવાનો સંકલ્પ કરી ગંગાસ્નાન કરશો તો તમારા જૂનાં પાપ પણ ધોવાઈ જશે

  6. Bharat Trivedi said,

    August 31, 2010 @ 8:01 AM

    કમાલને સવાલ કરીને આબુવાલાએ કમાલ કરી છે! પછી અવળ વાણીદ્વ્રારા અર્થસભર વાત મૂકી દીધી છે! ગઝલમાં ખૂબી તો વાતને સરકાવી દેવાની છે. એ બરાબર ના સમજનાર બનતી વાતને ક્યારેક બગાડી મૂકતો હોય છે. મુક્તકમાં ને અહીં તો સાવ ટૂંકી બહરમાં કામ લેવાનું હોય ત્યારે પ્રત્યેક શબ્દનો અપાર મહિમા હોય છે. આબુવાલાએ અહીં કમલ કરી છે!

    -ભરત ત્રિવેદી

  7. ઉલ્લાસ ઓઝા said,

    August 31, 2010 @ 9:12 AM

    શેખાદમભાઈઍ ટુંકમા ઘણુ કહી દીધુ. સુંદર.
    રામ તેરી ગંગા મૈલી હો ગઈ પાપીઓંકે પાપ ધોતે ધોતે !
    પાપ નહીં થાય તો ગંગાનુ શું થશે ?

  8. Dr. vinod joshi said,

    September 2, 2010 @ 1:00 AM

    કમાલ કમાલ અને કમાલ……આને બીજુ કશુ ન કહેવાય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment