મને હાથમાં છો હલેસાં ન આપો
નદીના પ્રતાપે તરે છે તરાપો
કુમારજૈમિનિ શાસ્ત્રી

એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !

કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !

રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?

– અમર પાલનપુરી

અમર પાલનપુરીને હજુ પણ ઘણા લોકો એક ઉઝરડે શેરથી ઓળખે છે.  બીજો શેર પણ એટલો જ પ્રખ્યાત છે.  પરંપરાગત શૈલી છતાં ગઝલ આજે ય આકર્ષક લાગે છે.

18 Comments »

  1. રાજની ટાંક said,

    May 18, 2010 @ 10:20 PM

    ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
    ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

    રાખ્યું નામ अमर એથી શું?
    કોને છોડ્યો મોતના ભરડે ?

    ખરેખર આકર્ષક ગઝલ

  2. Vijay Shah said,

    May 18, 2010 @ 10:52 PM

    ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
    કોણ હવે શત્રુમાં ખરડે ?

    કહેશે કોણ ઝવેરી તમને ?
    ફેંકી દીધાં રત્ન ઉકરડે !

    વાહ અમરભાઈ વાહ્!

    જાતની પરખ એ સ્વજનોની ઓળખ થી આપી
    અને દુઃખને આપી ચરમ સીમા

  3. dr bharat said,

    May 19, 2010 @ 12:01 AM

    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.

    ગઝલ હોય ત્યા પાલનપુરી શબ્દ પુર્તો છે.

  4. Mousami Makwana said,

    May 19, 2010 @ 12:21 AM

    ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
    ઘાવ હજુ તાજા છે બરડે !

    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.
    કમાલ કરી છે અમર પાલનપુરી સાહેબે…!!!
    સામી છાતીએ ગમેતેવા ઘા શત્રુના સહેવા સહેલ છે
    પણ બરડે એક ઉઝરડો તે પણ મિત્રથી મળે મારી નાખે…..
    એટલે કહી શકાય…
    દુનિયા મારે પથ્થર તોય હસતા હસતા સહેવાય છે..
    તુ ફુલ મારે તોય દિલમાં અસહ્ય પીડા થાય છે….!!!!
    ગુજરતી ગઝલ અને પાલનપુર એકબીજાના પર્યાય છે…!!
    રસાસ્વાદ બદલ આભાર.

  5. ડૉ. મહેશ રાવલ said,

    May 19, 2010 @ 12:59 AM

    અમરસાહેબની આ જાનદાર ગઝલનો કોઈ એક શેર અલગ તારવી શકાય એવો નથી એટલે મત્લાથી લઈ મક્તા સુધી તેજાબમાં કલમ ઝબોળીને લખી હોય એવી “જલદ” ગઝલયતને આખેઆખી વધાવું છું.

  6. વિવેક said,

    May 19, 2010 @ 1:58 AM

    સુંદર ગઝલ… અમરભાઈનો સિગ્નેચર શેર ‘એક ઉઝરડે’ જેટલીવાર વાંચીએ, વધુ ને વધુ ગમતો જાય એવો છે…

  7. yamini patel said,

    May 19, 2010 @ 2:25 AM

    કૈ કેટલાય દુખ અને ગમ વેઠાય ત્યારે આ ગઝલ મોતી મળે.

  8. B said,

    May 19, 2010 @ 6:00 AM

    સુન્દર ગઝલ્

  9. yogesh pandya said,

    May 19, 2010 @ 6:23 AM

    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.

    બહોત ખુબ

  10. sudhir patel said,

    May 19, 2010 @ 6:30 AM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  11. pragnaju said,

    May 19, 2010 @ 9:49 AM

    ખૂબ સ રસ ગઝલ

    ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
    કોણ હવે શત્રુમાં ખરડે?

    વાહ્
    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.
    અર્થ ગંભીર કમાલનો શેર
    ઉઝરડા પડવાનું કારણ કોષોમાં થતું નુકસાન, જોરથી દબાણ અથવા સીધા મારને હિસાબે …
    લાગે સાદી ઈજા પણ જાનલેવા પણ નીવડે

  12. Ramesh Patel said,

    May 19, 2010 @ 9:55 AM

    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.
    …… …
    ગણગણવાની ને માણ્યા કરવાની મજા દેતી ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  13. Girish Parikh said,

    May 19, 2010 @ 10:23 PM

    ચોટદાર છે ગઝલનો એકે એક શેર. પણ ત્રણ શેરો વિશે થોડુંક લખું:

    મેરુનો મહિમા ગાનારા,
    અંજાયા છે એક ભમરડે !

    આપણે મોટી મોટી આધ્યત્મિક વાતો કરીએ છીએ પણ વાસ્તવમાં તો માયા રૂપી ભમરડામાં જ ચક્કર ચક્કર ફર્યા કરીએ છીએ!

    કહેશે કોણ ઝવેરી તમને ?
    ફેંકી દીધાં રત્ન ઉકરડે !

    જ્ઞાનનાં સાચાં રત્નો ફેંકી દઈ આપણે નકલી ઝવેરાત પાછળ પડીએ છીએ! ઝવેરી કોણ કહે આપણને? અને …

    રાખ્યું નામ अमर એથી શું?
    કોને છોડ્યો મોતના ભરડે ?
    ——————–
    અમર ગઝલના સર્જનહારા
    अमर અમર પાલનપુરી છે. – – ગિરીશ પરીખ

  14. champak. ghaskata said,

    May 20, 2010 @ 3:01 AM

    ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
    ઘાવ હજુ તાજા છે બરડે !

    bhai………… bhai…. mast 6…..

  15. satish.dholakia said,

    May 20, 2010 @ 3:48 AM

    અર્થ સભર ગઝ્લ ! અભિનન્દન !

  16. ઊર્મિ said,

    May 20, 2010 @ 10:54 PM

    મારો ઓલટાઈમ ફેવરિટ શે’ર…

    ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.

    લગભગ બધા શે’રો ચાબખાની જેમ વાગે છે…

  17. Pushpakant Talati said,

    June 12, 2010 @ 6:25 AM

    વાહ ! !! !!! !! !
    અમરભાઈ ની જય હો ! !!

    આ સાતે સાત શેરો નો સમુહ એવી રીતે લયબધ્ધ રીતે ગોઠવાયો છે કે જાણે સાત રન્ગોના સમુહે આ વરસાદી મોસમમા મેઘધનુષ ન રચ્યુ હોય !

    ૧ – ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.
    ૨ – ધોઇ નાખ્યા હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે ?
    ૩ – ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ? ઘાવ હજુ તાજા છે બરડે !
    ૪ – ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ – જાન ગયો છે એક ઉઝરડે.
    ૫ – મેરુનો મહિમા ગાનારા, અંજાયા છે એક ભમરડે !
    ૬ – કહેશે કોણ ઝવેરી તમને ? ફેંકી દીધાં રત્ન ઉકરડે !
    ૭ – રાખ્યું નામ “અમર” એથી શું ? કોને છોડ્યો મોતના ભરડે ?

    બહુજ સરસ લાગ્યુ અને ગમ્યુ પણ. – આનન્દ આવ્યો

  18. ‘અમર’ પાલનપુરી, Amar palanpuri | ગુજરાતી પ્રતિભા પરિચય said,

    February 7, 2018 @ 6:10 PM

    […] ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ – જાન ગયો છે એક ઉઝરડે. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment