ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર
– સ્વાતિ નાયક

એકાદ વાર – પન્ના નાયક

આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…

– પન્ના નાયક

સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.

પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…

8 Comments »

  1. Girish Parikh said,

    November 30, 2017 @ 12:56 AM

    કમાલ કરી છે પન્નાબહેને… આસ્વાદ પર પણ આફરીન… !

  2. Rina said,

    November 30, 2017 @ 2:46 AM

    Aahhhaa

  3. Bhumi said,

    November 30, 2017 @ 4:09 AM

    I just love panna ma’m ‘s poems !
    emni kavita na shabdo j kaafi 6e feelings vyakt karva mate !

  4. Pravin Shah said,

    November 30, 2017 @ 4:33 AM

    વાહ પન્નાબહેન !!”

  5. pragnaju vyas said,

    November 30, 2017 @ 4:24 PM

    સુ શ્રી પન્નાબેનના કાવ્યના રસદર્શનમા ડૉ વિવેકજી લખે છે-‘…જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…’આ અમારા મનની વાત તેઓશ્રીએ રજુ કરી છે…આના કરતા આ વાત તેઓના પ્રવચને સાંભળવી ઔર વાત છે.તેઓની આ વાત-‘રીલેશનીશીપ અને ઉંમર વિશે…
    અમારી રીલેશનશીપ એવી છે કે એનિથિંગ અન્ડર ધ સન કેન બી ડિસ્કસ્ડ. નટવર મારો મિત્ર કહો કે પ્રેમી કહો, બધું જ છે. લાગણીઓ હોય કે વિચારો, કોઇ પણ બાબત શેર કરીએ છીએ. બંને ખુબ ખુશ છીએ. હરતાંફરતાં છીએ, બંને પાસે શબ્દો છે, લખી શકીએ છીએ. લોકોને જે માનવું હોય તે માને. પરંતુ જીવનમાં આટલું મળે તો પણ ઘણું છે. ગોડ, હેઝ બ્લેસ્ડ મી. મને અભિમાન અને ગર્વ છે કે 80 વર્ષે પણ હું કોઇ પુરુષને આકર્ષી શકી. મને તેનો કોઇ છોછ નથી. આ જ હકીકત છે. આપણે આપણા મૂલ્યોને બદલવાની જરૂર છે. કોઇકને અમારી ઉંમરને લઇને આઘાત લાગે છે. કોઇકની સાથે વાત કરતાં મેં કહ્યું કે લોકો સમજે છે કે આ ઉંમરે મારે માળા ફેરવવી જોઇએ. તો સામેની વ્યક્તિએ કહ્યું કે, ના તમારે તો હવે વરમાળા પહેરવી જોઇએ. હું તો કહીશ, કે સમય સાથે જવાની જરૂર છે. અમારું જોઇ-વાંચીને કેટલાય લોકોને થતું હશે કે કદાચ અમે પણ આવું કરી શક્યા હોત કે કરી શકીએ તો. અમે કરી શક્યા છીએ. મારી કેટલીક કવિતાઓ ‘વિશાદ’થી છલકાય છે પણ જ્યારે મને કોઇ મળે ત્યારે તેને માનવામાં નથી આવતું કે આ એ જ ‘વિશાદ’ લખનારા કવયિત્રી છે. કારણ કે, હ્મુમર એ મારા વ્યક્તિત્વનું હાર્દ છે. માટે જ મિત્રો મને ‘વિનોદિની’ પણ કહે છે. જિંદગી પ્રત્યેનાં હકારાત્મક વલણને લીધે હું તમામ ઉંમરનાં લોકોને આકર્ષી શકું છું. તે જ કારણ છે કે 80ની ઉંમરે પણ હું અડગ છું. હું મારી ઉંમર તરફ ક્યારેય નથી જોતી. કવિ ચીનુ મોદી તો આ વિશે મને કહે છેઃ ‘તું તો વર્ષો ખાઇ ગઇ છે’….સૌજન્ય વોશિંગ્ટન ડીસીનાં CFO નટવર ગાંધી સાથેનાં પ્રેમ વિશે અમેરિકામાં રહેતા કવયિત્રી પન્ના નાયકની દિવ્યભાસ્કર.કોમ સાથે ખાસ વાતચીત

  6. chaman said,

    November 30, 2017 @ 5:38 PM

    આ લેખ વાંચવાનું મને કોઈએ કહેલ્, પણ મને આ લેખ મળ્યો નો’તો. આજે એ એકાએક મળતાં મનને સ્ંતોષ થઈ ગયો. પન્નાબેન અને નટવરભાઈને હ્યુસ્ટનમા જૂદા જૂદા સમયે મળવાનું થયેલ.

    ઘાયલકી ગત ઘાયલ હી જાનેની જેમ આ એક નવી કહેવત્!……પ્રેમીઓકા પ્યાર પ્રેમીહી જાને!

    ‘ચમન્’

  7. Maheshchandra Naik said,

    November 30, 2017 @ 8:29 PM

    અર્થસભર ટુકી કાવ્ય રચના આસ્વાદ અફલાતુન…….કવિયત્રીને અભિનદન અને આપનો આભાર…..

  8. Maheshchandra Naik said,

    November 30, 2017 @ 8:30 PM

    અર્થસભર ટુકી કાવ્ય રચના આસ્વાદ અફલાતુન…….કવિયત્રીને અભિનદન અને આપનો આભાર…..સરસ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment