તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
હરદ્વાર ગોસ્વામી

ગઝલ – જુગલ દરજી ‘માસ્તર’

પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!

કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”

કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.

પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

-જુગલ દરજી ‘માસ્તર’

નવી વાત-નવા કલ્પન લઈને આવવાના અભરખામાં ક્યારેક કવિતાનું નિર્મમ ખૂન થઈ જતું હોય છે પણ સદનસીબે જુગલ દરજીની આ રચના એમાંથી સાંગોપાંગ અપવાદરૂપે તરી આવી છે. દિલમાં પ્રિન્ટર્સ હોય તો મનગમતા સ્મરણોની પ્રિન્ટ આપી-આપીને દિલ બહેલાવ્યે રાખવાની કેવી મજા આવે! સંબંધમાં જે વૈવિધ્ય છે એ બીજે ક્યાંય સંભવ નથીની હકીકત બે જ પંક્તિમાં કેવી સહજ રીતે કહી દેવાઈ છે! આંસુનું પૉસ્ટમૉર્ટમ કરવાની વાત પણ એવી જ અનૂઠી છે પણ વિશેષ ધ્યાન આખરી શેર પર આપજો, સાહેબ! જે પેઢીએ લ્યુના કે સ્કુટર વાપર્યા જ નથી એ પેઢીને પેટ્રોલના રિઝર્વ હોવાવાળા કલ્પનમાં ગડ જ પડવાની નથી, બાકીના લોકો શેરનું સૌંદર્ય અને બારીકી જોઈને વાહ-વાહ પોકાર્યા વિના નહીં રહી શકે.

12 Comments »

  1. Jugal said,

    August 17, 2017 @ 2:59 AM

    આભાર💐😊

  2. નિનાદ અધ્યારુ said,

    August 17, 2017 @ 3:03 AM

    જોઈ ગરીબીને તપેલી બોલી કે:
    “આ પત્થરો બાફી શકાતા હોત તો!”

    ક્યા બાત …!

    કવિને અભિનંદન અને શુભેચ્છાઓ …!

  3. Pravin Shah said,

    August 17, 2017 @ 7:17 AM

    ગરીબીની તપેલીમા પત્થરો બાફ્વાના, આન્સુનુ પોસ્ટ્મોર્ટમ કરવાનુ, બળતા શ્વાસને પેત્રોલની જેમ,
    ‘રીઝર્વ’મા રાખવાના — ખૂબ સરસ ! અભિનન્દન.

  4. Nehal said,

    August 18, 2017 @ 4:14 AM

    Waah khub saras rachna!

  5. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    August 18, 2017 @ 7:48 AM

    વાહ….જુગલભાઈ…
    વાહ….વિવેકભાઈ…
    વાહ..વાહ…લયસ્તરો…

  6. chandresh said,

    August 18, 2017 @ 10:33 AM

    કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
    સંબંધ પણ ચાખી શકાતા હોત તો.

    સરસ

  7. ysshukla said,

    August 21, 2017 @ 5:51 PM

    ખુબજ સુંદર રચના ,,,નવો વિષય , નવી વાતો ,

    પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
    રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

  8. જુગલ said,

    August 22, 2017 @ 11:22 AM

    આભાર મિત્રો
    આપના પ્રતિભાવો અમૂલ્ય છે

  9. Rakesh Thakkar said,

    August 22, 2017 @ 11:32 PM

    વાહ….જુગલભાઈ…
    વાહ….વિવેકભાઈ…
    નવો વિષય , નવી વાતો.
    કવિને અભિનંદન અને શુભેચ્છાઓ …!
    ક્યા બાત!
    પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
    રિઝર્વમાં રાખી શકાતા હોત તો!

  10. ભરત દરજી said,

    August 23, 2017 @ 7:30 AM

    મારા ભાઈ જુગલે બધાથી હટકે રચના આપી છે.
    એક એકે શેર લાજવાબ છે.
    સતત લખતો રહે અને અર્થ સભર લખતો રહે એવી પ્રાર્થના.
    શુભકામનાઓ ભાઈ…

    -આભાસ

  11. Dilip m. Shah said,

    August 27, 2017 @ 11:27 AM

    ખુબજ સુંદર રચના.

  12. Jayeshkumar Prajapati said,

    December 18, 2017 @ 2:00 PM

    સંબંધ પણ ચાખી શકાતા હોત તો
    વાહ જુગલ ભાઈ
    ક્યાં બાત…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment