કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

એ ક્ષણો ગઝલની છે – ભગવતીકુમાર શર્મા

બુદ્ધિની દલીલો પર લાગણીની સરસાઈ; એ ક્ષણો ગઝલની છે;
કંટકો કળી સમ્મુખ દાખવે સલુકાઇ; એ ક્ષણો ગઝલની છે.

ગુફતેગો ય કરવી છે, એ ય પાછી એકાંતે ને વળી પ્રિયા સાથે;
આ શરત પૂરી થાતાં વાગે જયારે શરણાઈ, એ ક્ષણો ગઝલની છે.

પુષ્પની તુરંગોમાં કેદ ખુશ્બૂને કરવી શક્ય એ બને ક્યાંથી ?
પ્રેમમાં મળે ઊર્મિ સાથે ભીની રુસ્વાઈ ; એ ક્ષણો ગઝલની છે.

વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે.

સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું;
માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.

– ભગવતીકુમાર શર્મા

‘ એ ક્ષણો ગઝલની છે ‘ – કવિના તાજેતરમાં જ પ્રકાશિત થયેલા ગઝલસંગ્રહની પ્રથમ રચના છે. આટલી જૈફ વયે પણ સર્જકતાને થાક લગીરે લાગ્યો નથી. આ સંગ્રહની ઘણી રચનાઓ સરસ છે. તેઓનો બીજો એક ગઝલસંગ્રહ આ વર્ષે પ્રકાશિત થનાર છે.

8 Comments »

  1. perpoto said,

    January 28, 2014 @ 5:33 AM

    વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
    તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે

    વાહ……કવિ ગઝલને કેટલાં ઊંચા પદે લઇ ગયાં…

  2. વિવેક said,

    January 28, 2014 @ 6:56 AM

    મજાની ગઝલ….

  3. Dhavalshah said,

    January 28, 2014 @ 10:30 AM

    સરસ !

  4. chandresh said,

    January 29, 2014 @ 3:35 AM

    સરસ !

  5. ધવલ said,

    January 29, 2014 @ 9:32 AM

    વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
    તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે.

    સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું;
    માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.

    – સલામ !

  6. Vinoo Sachania said,

    January 29, 2014 @ 12:15 PM

    શર્માજી બહુજ સરસ કહ્યુ ..જે પણ કહ્યુ તે, એ ક્ષણો ગઝલની છે.

  7. Pancham Shukla said,

    January 30, 2014 @ 8:43 AM

    વાહ, સરસ ગઝલ.

    ગાલગા લગાગાગા ના ત્રણ આવર્તનો છે એટલે ..

    માશૂકા-ખુદા વચ્ચે હોય *ન* અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.

    *ન*ની જગ્યાએ *ના* તો નથી ને? તીર્થેશભાઈ, ટાઈપો નો નથી ને? ચેક કરી લેશો?

  8. Dr Tirthesh Mehta said,

    January 31, 2014 @ 2:29 AM

    No panchambhai, it’s ‘ન’ only. I rechecked….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment